|
View Original |
|
આવા દિલને રે પ્રભુ, એવા દિલથી બચાવજો
જે દિલ બીજા દિલથી ધ્રૂજી ઊઠે છે જીવનમાં,
જે દિલ એવા દિલની હાજરીમાં ખીલી ના શકે - આવા દિલને રે પ્રભુ...
જે દિલ બીજા દિલને રહે સતત સતાવતું- આવા દિલને રે પ્રભુ...
જે દિલને મળે ના સુખચેન જે દિલથી - આવા દિલને રે પ્રભુ...
જે દિલ જીરવી ના શકે હાજરી બીજા દિલની - આવા દિલને રે પ્રભુ...
જે દિલ બીજા દિલની ખામોશી કાઢતું રહે - આવા દિલને રે પ્રભુ...
જે દિલ બીજા દિલને રહે સદા ડરાવતું - આવા દિલને રે પ્રભુ...
જે દિલ બીજા દિલને સમજવા તૈયાર ના રહે - આવા દિલને રે પ્રભુ...
જે દિલ બીજા દિલના ગુણ જોઈ ના શકે - આવા દિલને રે પ્રભુ...
જે દિલ બીજા દિલ સાથે કજિયા-કંકાસમાં રહે રાચતું - આવા દિલને રે પ્રભુ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)