|
View Original |
|
પંચમહાભૂતનું શરીર કહેતું નથી મને ધરતીમાં દાટો કે અગ્નિમાં બાળો
છે એ આપણા ને આપણા વિચારોમાંથી બની ગયેલી રૂઢ પ્રથાઓ
પ્રભુએ કંઈ કહ્યું નથી કે મંદિરમાં મને પૂજો કે મસ્જિદમાં મને પોકારો
છે એ તો દૃઢ થયેલા આપણા ને આપણા ભાવો, જરા એતો નિહાળો
છે જ્યાં એ બધે, બધે એને તો જુઓ, ના અંતરમાં તો એને વિસારો
જીવનમાં ઊતારવા આ બધું, મનના વિચારો ને હૈયાના ભાવોનો મેળ સાધો
પૂરીપૂરી ચેતન એકમાં, જીવનમાં નબળું ના એમાં બીજાને પાડો
સાધીને મેળ એ બંનેનો, જગમાં જીવનને તો એમાં સ્થિર બનાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)