Hymn No. 9206
રાખશે કંઈક વિચારો જકડી જીવનને જીવનમાં
rākhaśē kaṁīka vicārō jakaḍī jīvananē jīvanamāṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18693
રાખશે કંઈક વિચારો જકડી જીવનને જીવનમાં
રાખશે કંઈક વિચારો જકડી જીવનને જીવનમાં
પડશે કંઈકને જીવનમાં ત્યજવા કંઈકને પોષવા
એ વિચારોને કરવા શું મૂકી ના શકીએ અમલમાં
કરે હાનિ અન્યને કરે ખુદને, એવા વિચારો શું કરવા
બનાવશે કંઈક વિચાર મનને મંદિર રચશે કંઈક ધીંગાણાં
હશે અસર સંજોગોની પડશે એમાંથી એને મુક્ત રાખવાં
વિચારો છે બેધારી તલવાર, કરશે બચાવ, મંડશે એ કાપવા
ચડાવશે ઉજ્જવળતાનાં શિખરો, કદી ધકેલશે ઊંડી ખીણમાં
કરશે જીવનમાં એ ધાર્યું, હશે વિચારો જેના કાબૂમાં
બનશે વિચારો સ્વર્ગની સીડી કાં ધકેલાશે નરકની ખીણમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રાખશે કંઈક વિચારો જકડી જીવનને જીવનમાં
પડશે કંઈકને જીવનમાં ત્યજવા કંઈકને પોષવા
એ વિચારોને કરવા શું મૂકી ના શકીએ અમલમાં
કરે હાનિ અન્યને કરે ખુદને, એવા વિચારો શું કરવા
બનાવશે કંઈક વિચાર મનને મંદિર રચશે કંઈક ધીંગાણાં
હશે અસર સંજોગોની પડશે એમાંથી એને મુક્ત રાખવાં
વિચારો છે બેધારી તલવાર, કરશે બચાવ, મંડશે એ કાપવા
ચડાવશે ઉજ્જવળતાનાં શિખરો, કદી ધકેલશે ઊંડી ખીણમાં
કરશે જીવનમાં એ ધાર્યું, હશે વિચારો જેના કાબૂમાં
બનશે વિચારો સ્વર્ગની સીડી કાં ધકેલાશે નરકની ખીણમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhaśē kaṁīka vicārō jakaḍī jīvananē jīvanamāṁ
paḍaśē kaṁīkanē jīvanamāṁ tyajavā kaṁīkanē pōṣavā
ē vicārōnē karavā śuṁ mūkī nā śakīē amalamāṁ
karē hāni anyanē karē khudanē, ēvā vicārō śuṁ karavā
banāvaśē kaṁīka vicāra mananē maṁdira racaśē kaṁīka dhīṁgāṇāṁ
haśē asara saṁjōgōnī paḍaśē ēmāṁthī ēnē mukta rākhavāṁ
vicārō chē bēdhārī talavāra, karaśē bacāva, maṁḍaśē ē kāpavā
caḍāvaśē ujjavalatānāṁ śikharō, kadī dhakēlaśē ūṁḍī khīṇamāṁ
karaśē jīvanamāṁ ē dhāryuṁ, haśē vicārō jēnā kābūmāṁ
banaśē vicārō svarganī sīḍī kāṁ dhakēlāśē narakanī khīṇamāṁ
|
|