|
View Original |
|
નિરાશામાં ડૂબે છે શાને સમજી લેજે, તારા હૈયે
પ્રભુ નિરાશામાં પણ આશાનું એક કિરણ તો આપે
અનેક રસ્તાઓ થાય જ્યાં બંધ નવો રસ્તો ખોલી નાખે
આવે ભલે સંકટોની પરંપરા ઊભા એમાં એ તો રાખે
ઝેરના કટોરાઓ વચ્ચે પ્રેમનો પ્યાલો એ તો પાયે
ઘેરાયેલાં વાદળોને પણ રૂપેરી છાંય એ તો આપે
લેતાં જેને એ આવડે મહેરબાની એની એને આપે
હટાવી દુઃખનાં તો મોજાં, સુખની ભરતી એ લાવે
હદ વિનાનાં આંસુને લૂછવા એ તો આવે
બુઝાતી વિશ્વાસની જ્યોતને પાછી સજીવન કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)