Hymn No. 9381
પ્રેમ તો એવું ઝરણું, સ્વયં એ જાગે છે, ના સંમતિ માગે છે
prēma tō ēvuṁ jharaṇuṁ, svayaṁ ē jāgē chē, nā saṁmati māgē chē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18868
પ્રેમ તો એવું ઝરણું, સ્વયં એ જાગે છે, ના સંમતિ માગે છે
પ્રેમ તો એવું ઝરણું, સ્વયં એ જાગે છે, ના સંમતિ માગે છે
તિરછી નજરનાં તીર વાગે સીધાં, મોરલા દિલના થનગન નાચે છે
મુશ્કેલીથી મળે ઝલક એક નજરની, ત્યાં સ્વર્ગ વેંતમાં લાગે છે
મળે સંમતિ જ્યાં બીજાની, મોજાં આનંદનાં એમાં ઊછળે છે
ના કોઈ અપેક્ષા એ રાખે છે, એ તો વ્હેતું ને વ્હેતું જાય છે
સ્વપ્નમાં પણ મળે આંખો, સ્વર્ગસમું સુખ એ આપે છે
છે ઝરણું એ તો એવું, ખુદ ડૂબકી મારે એમાં અન્યને ડૂબાડે છે
ડૂબ્યા જ્યાં એમાં, ના ચાહે નીકળવા લાખ તકલીફો ભલે આવે છે
પ્રેમનો સાગર છલકાય હૈયે, મુખ એનું એમાં તો દેખાય છે
છે ઝરણું પવિત્ર એવું, પાપને એ ધોતું ને ધોતું જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēma tō ēvuṁ jharaṇuṁ, svayaṁ ē jāgē chē, nā saṁmati māgē chē
tirachī najaranāṁ tīra vāgē sīdhāṁ, mōralā dilanā thanagana nācē chē
muśkēlīthī malē jhalaka ēka najaranī, tyāṁ svarga vēṁtamāṁ lāgē chē
malē saṁmati jyāṁ bījānī, mōjāṁ ānaṁdanāṁ ēmāṁ ūchalē chē
nā kōī apēkṣā ē rākhē chē, ē tō vhētuṁ nē vhētuṁ jāya chē
svapnamāṁ paṇa malē āṁkhō, svargasamuṁ sukha ē āpē chē
chē jharaṇuṁ ē tō ēvuṁ, khuda ḍūbakī mārē ēmāṁ anyanē ḍūbāḍē chē
ḍūbyā jyāṁ ēmāṁ, nā cāhē nīkalavā lākha takalīphō bhalē āvē chē
prēmanō sāgara chalakāya haiyē, mukha ēnuṁ ēmāṁ tō dēkhāya chē
chē jharaṇuṁ pavitra ēvuṁ, pāpanē ē dhōtuṁ nē dhōtuṁ jāya chē
|
|