|
View Original |
|
ઓરા આવો ઓરા આવો, હવે તમે ઓરા આવોને
મિટાવી અંતર હવે અંતર ના રાખોને, તમે ઓરા આવોને
વીતી કંઈક રાતડી ને વીત્યા કંઈક તો દિવસો
હવે વધુ ના અમને તડપાવો, તમે ઓરા આવોને
ના જાણીએ કોઈ દોષ અમારો, હોય તો બતાવોને
રહ્યા ઘણા ઘણા દૂર તમે, હવે તો તમે ઓરા આવોને
એકમેકમાં ભળી એક બનીશું, હવે તો એક રાખોને
નવ નવ નોરતાંમાં નવધા ભક્તિનું પ્રદાન કરોને
નવરાત્રિમાં હૈયાને નવ રંગે રંગવા આવોને
ઉમંગ ભરવા, જીવન શિખાવવા, તમે ઓરા આવોને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)