|
View Original |
|
આધિ વ્યાધિ ઉપાધિઓનું, રાજ જીવનમાં તો ચાલે છે
આવે ઉપાધિ મળશે અનેક કારણોનો આધાર એનો છે
વ્યાસ છે એનો એવો મોટો, સમસ્ત જીવનને આવરી લે છે
ભૂલો કર્યાં વિના ના જીવનમાં, પ્રવેશ એનો આવે છે
દુઃખ તો એની દેન છે, એ ત્રણને આધારે એ આવે છે
કાઢે ના માર્ગ જે એમાંથી, એમાં ને એમાં એ તો ડૂબે છે
પડયા જ્યાં ચક્કરમાં એના, શાંતિ મનની એ ખોવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)