2000-09-01
2000-09-01
2000-09-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19070
બન્યું ના હતું કાંઈ એવું
બન્યું ના હતું કાંઈ એવું
દિલાને તોયે લાગ્યું, જીવનમાં કોઈ મારું નથી
નજર ફેરવી બધે, તપાસ્યા તાંતણા સગપણનાં મળ્યું ના કાંઈ એમાં એવું
દૃઢ હતા પ્રેમનાં બંધનો ફરી ફરી ચકાસવાનું ના એને મન થયું
ના મળી હતી ઝાઝી નિરાશા, ના નિષ્ફળતાનું વ્હાણું વાયુ
ના હતી કોઈ મંઝિલ મોટી, ના જીવનમાં એને પહોંચી શકાયું
મળતી નજરો હાસ્યથી આવકારતી, ના નજરમાં કોઈ ખટક્યું
અનુકૂળ હતા વાયરા, હતું ના ક્યાંય તોફાનનું તો વાદળું
ના ક્યાંય રોકટોક હતી, પાથર્યું હતું સમયે મનગમતું ભાણું
ઝળક્યો વિચાર ત્યાં મનમાં, પડશે શું બધું છોડીને જવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
banyuṁ nā hatuṁ kāṁī ēvuṁ
dilānē tōyē lāgyuṁ, jīvanamāṁ kōī māruṁ nathī
najara phēravī badhē, tapāsyā tāṁtaṇā sagapaṇanāṁ malyuṁ nā kāṁī ēmāṁ ēvuṁ
dr̥ḍha hatā prēmanāṁ baṁdhanō pharī pharī cakāsavānuṁ nā ēnē mana thayuṁ
nā malī hatī jhājhī nirāśā, nā niṣphalatānuṁ vhāṇuṁ vāyu
nā hatī kōī maṁjhila mōṭī, nā jīvanamāṁ ēnē pahōṁcī śakāyuṁ
malatī najarō hāsyathī āvakāratī, nā najaramāṁ kōī khaṭakyuṁ
anukūla hatā vāyarā, hatuṁ nā kyāṁya tōphānanuṁ tō vādaluṁ
nā kyāṁya rōkaṭōka hatī, pātharyuṁ hatuṁ samayē managamatuṁ bhāṇuṁ
jhalakyō vicāra tyāṁ manamāṁ, paḍaśē śuṁ badhuṁ chōḍīnē javānuṁ
|
|