1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19080
ઓ મારી માડી પ્રગટાવ અંતરમાં એવી હોળી
ઓ મારી માડી પ્રગટાવ અંતરમાં એવી હોળી
જાય અંતરનાં સર્વે આવરણો એમાં બળી
ભરજે પ્રેમ અંતરમાં એવો, પ્રેમ કાજે ફેલાવવી ના પડે ઝોળી
દિલને સદ્ગુણોની સંપત્તિમાં રાખજે ના દેતી બાળી
સ્થાપજે સદ્ગુણોને અંતરમાં એવું, મન થાયે વસવા તને રે માડી
દુઃખદર્દની કરજે એવી હોળી, ફરકે ના હૈયામાં એ કદી
રાખ બનાવી અવગુણોની, રાખું સદા અંતરમાં ચોળી
કર્યા હોય પુણ્ય કે પાપ હોય કર્યા, સાંભળજે હૈયાની આ વાત મારી
તનના કુભાવો દેજે મનમાં સમાવી, પ્રગટાવે ના કોઈના જીવનમાં હોળી
જાશે બળી હૈયું જ્યાં સુધી, રમશું જીવનમાં આનંદની હોળી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ō mārī māḍī pragaṭāva aṁtaramāṁ ēvī hōlī
jāya aṁtaranāṁ sarvē āvaraṇō ēmāṁ balī
bharajē prēma aṁtaramāṁ ēvō, prēma kājē phēlāvavī nā paḍē jhōlī
dilanē sadguṇōnī saṁpattimāṁ rākhajē nā dētī bālī
sthāpajē sadguṇōnē aṁtaramāṁ ēvuṁ, mana thāyē vasavā tanē rē māḍī
duḥkhadardanī karajē ēvī hōlī, pharakē nā haiyāmāṁ ē kadī
rākha banāvī avaguṇōnī, rākhuṁ sadā aṁtaramāṁ cōlī
karyā hōya puṇya kē pāpa hōya karyā, sāṁbhalajē haiyānī ā vāta mārī
tananā kubhāvō dējē manamāṁ samāvī, pragaṭāvē nā kōīnā jīvanamāṁ hōlī
jāśē balī haiyuṁ jyāṁ sudhī, ramaśuṁ jīvanamāṁ ānaṁdanī hōlī
|
|