1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19126
મુરલી રે તારી મુરલી રે, કેમ કાઢે છે આજે એ જુદા સૂર

મુરલી તારી, હોઠ તારા, એના વગાડનાર છે જ્યાં તું ને તું
ફુંકે છે જ્યાં એને તું, ચિત્ત આજે ક્યાં બીજે લાગ્યું –
તારી મુરલીએ ડોલાવ્યાં ઝાડ પાન, ડોલ્યું એમાં સહુનું હૈયું –
કેમ પૂરી ના શક્યો પ્રાણ સૂરમાં, ચિત્તડું બીજે ક્યાં ચોંટ્યું –
દુઃખ ભુલાવે વેદના શમાવે, તારી એવી મુરલીને થયું છે શું
બદલાયો નથી તું, બદલે તારી મુરલી વાતાવરણ જગનું –
હૈયું હરખાવે, આનંદ લે હિલોળા, એજ મુરલીનો વગાડનાર તું –
વગાડ આજ યમુના તટની મુરલી, ડોલી જાય જગનું હૈયું –
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
muralī rē tārī muralī rē, kēma kāḍhē chē ājē ē judā sūra
muralī tārī, hōṭha tārā, ēnā vagāḍanāra chē jyāṁ tuṁ nē tuṁ
phuṁkē chē jyāṁ ēnē tuṁ, citta ājē kyāṁ bījē lāgyuṁ –
tārī muralīē ḍōlāvyāṁ jhāḍa pāna, ḍōlyuṁ ēmāṁ sahunuṁ haiyuṁ –
kēma pūrī nā śakyō prāṇa sūramāṁ, cittaḍuṁ bījē kyāṁ cōṁṭyuṁ –
duḥkha bhulāvē vēdanā śamāvē, tārī ēvī muralīnē thayuṁ chē śuṁ
badalāyō nathī tuṁ, badalē tārī muralī vātāvaraṇa jaganuṁ –
haiyuṁ harakhāvē, ānaṁda lē hilōlā, ēja muralīnō vagāḍanāra tuṁ –
vagāḍa āja yamunā taṭanī muralī, ḍōlī jāya jaganuṁ haiyuṁ –
|
|