|
View Original |
|
પૂર્યા છે પ્રેમથી સાથિયા આંગણામાં અમારા
પાવન કરજો પ્રેમથી રે માડી, આાંગણાં અમારા
ફૂલડાં વેરી શોભાવ્યાં અમે, આંગણાં અમારા
દિલથી માડી આજ તમને તો સત્કારવા
છીએ માનવી, સ્વાર્થવિનાનાં નથી હૈયાં અમારાં
ભર્યા ભર્યા છે સ્વાર્થ કરવા દર્શન તમારા
અનેક ઇચ્છાથી છે ભર્યાં હૈયાં અમારાં
એમાંની એક ઇચ્છા એ છે, કરવા છે દર્શન તમારા
નથી કાંઈ તમે દિલની વાતથી છો અજાણ્યા
વહેલા વહેલા આવજો, માડી પ્રેમનો પ્રસાદ દેવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)