Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4523 | Date: 03-Feb-1993
દીધું છે ને દીધું છે જગમાં, પ્રભુએ તો સહુને ઘણું ઘણું
Dīdhuṁ chē nē dīdhuṁ chē jagamāṁ, prabhuē tō sahunē ghaṇuṁ ghaṇuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4523 | Date: 03-Feb-1993

દીધું છે ને દીધું છે જગમાં, પ્રભુએ તો સહુને ઘણું ઘણું

  No Audio

dīdhuṁ chē nē dīdhuṁ chē jagamāṁ, prabhuē tō sahunē ghaṇuṁ ghaṇuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-02-03 1993-02-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=23 દીધું છે ને દીધું છે જગમાં, પ્રભુએ તો સહુને ઘણું ઘણું દીધું છે ને દીધું છે જગમાં, પ્રભુએ તો સહુને ઘણું ઘણું

દીધું નથી તો જે તને, કર વિચાર શા માટે તને નથી એ તો દીધું

દીધું જો એ જગમાં તો અન્યને, શા માટે તને તો એ ના દીધું

જોઈ કઈ ખામી પ્રભુએ તો તારામાં, કે પ્રભુથી દેવાનું તો ભૂલી જવાયું

કાં ચૂકવી ના કિંમત તેં એની તો પૂરી, કાં જરૂરિયાત વિનાનું પ્રભુને લાગ્યું

મુસીબતોમાં જે સાથે રહ્યાં તો ઊભા, દેવા કાજે શાને એને ખચકાવું પડયું

માંગે છે પ્રભુ તો પ્રેમ અને ભાવ પૂરા, શું તારાથી ના એ તો દઈ શકાયું

છે જગને તો એ દેનારા, નથી કાંઈ દુશ્મન, ના દેવામાં હિત એનું છે શું છુપાયુ

સમજાય ના ભલે, છે અદ્ભુત રીત એની, પડશે ધ્યાનમાં તો આ લેવું

દીધું ના જે પહેલા, દે જે પાછળથી, છે હિત એમાં તારું તો સમાયેલું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dīdhuṁ chē nē dīdhuṁ chē jagamāṁ, prabhuē tō sahunē ghaṇuṁ ghaṇuṁ

dīdhuṁ nathī tō jē tanē, kara vicāra śā māṭē tanē nathī ē tō dīdhuṁ

dīdhuṁ jō ē jagamāṁ tō anyanē, śā māṭē tanē tō ē nā dīdhuṁ

jōī kaī khāmī prabhuē tō tārāmāṁ, kē prabhuthī dēvānuṁ tō bhūlī javāyuṁ

kāṁ cūkavī nā kiṁmata tēṁ ēnī tō pūrī, kāṁ jarūriyāta vinānuṁ prabhunē lāgyuṁ

musībatōmāṁ jē sāthē rahyāṁ tō ūbhā, dēvā kājē śānē ēnē khacakāvuṁ paḍayuṁ

māṁgē chē prabhu tō prēma anē bhāva pūrā, śuṁ tārāthī nā ē tō daī śakāyuṁ

chē jaganē tō ē dēnārā, nathī kāṁī duśmana, nā dēvāmāṁ hita ēnuṁ chē śuṁ chupāyu

samajāya nā bhalē, chē adbhuta rīta ēnī, paḍaśē dhyānamāṁ tō ā lēvuṁ

dīdhuṁ nā jē pahēlā, dē jē pāchalathī, chē hita ēmāṁ tāruṁ tō samāyēluṁ
Scan Image

Gujarati Bhajan no. 4523 by Satguru Devendra Ghia - Kaka
First...451945204521...Last