1993-05-25
1993-05-25
1993-05-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=230
છુપાયુ છે ઘણું ઘણું જીવનમાં, જીવનમાં કાંઈને કાંઈ હું તો ગોતું છું

ગોતું છું, હું તો ગોતું છું, ગોતું છું, જીવનમાં આ તો હું ગોતું છું
ચિંતાઓને ચિંતાઓની, પળ બે પળની વચ્ચે, આરામ હું તો ગોતું છું
મારી આશાઓની શબયાત્રામાંથી, મારી આશાઓના પ્રાણ હું તો ગોતું છું
જીવનના ભગ્ન અવશેષોમાંથી, મારા અહં ને અભિમાનના તાંતણા હું તો ગોતું છું
જીવનના કોલાહલમાં ખોવાયેલ,મારી હૈયાંની શાંતિને હું તો ગોતું છું
મારા હૈયાંના તૂટેલા કાચોમાં, મારા હૈયાંના પ્રેમનું પ્રતિબિંબ હું તો ગોતું છું
હરેકના બાળપણમાં રે જીવનમાં રે, ખોવાયેલું મારું બાળપણ હું તો ગોતું છું
કરી નિર્મળ હૈયું તો મારું, હૈયાંમાં તો મારા પ્રભુનું પ્રતિબિંબ હું તો ગોતું છું
તૂટેલી આશાઓમાં થીજેલાં હૈયાંમાં મારા, કોઈ આશાની હૂંફનું કિરણ હું તો ગોતું છું
માનવ માનવની વિલસિત મૂર્તિમાં રે પ્રભુ, મુખડું તારું હું તો ગોતું છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chupāyu chē ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ, jīvanamāṁ kāṁīnē kāṁī huṁ tō gōtuṁ chuṁ
gōtuṁ chuṁ, huṁ tō gōtuṁ chuṁ, gōtuṁ chuṁ, jīvanamāṁ ā tō huṁ gōtuṁ chuṁ
ciṁtāōnē ciṁtāōnī, pala bē palanī vaccē, ārāma huṁ tō gōtuṁ chuṁ
mārī āśāōnī śabayātrāmāṁthī, mārī āśāōnā prāṇa huṁ tō gōtuṁ chuṁ
jīvananā bhagna avaśēṣōmāṁthī, mārā ahaṁ nē abhimānanā tāṁtaṇā huṁ tō gōtuṁ chuṁ
jīvananā kōlāhalamāṁ khōvāyēla,mārī haiyāṁnī śāṁtinē huṁ tō gōtuṁ chuṁ
mārā haiyāṁnā tūṭēlā kācōmāṁ, mārā haiyāṁnā prēmanuṁ pratibiṁba huṁ tō gōtuṁ chuṁ
harēkanā bālapaṇamāṁ rē jīvanamāṁ rē, khōvāyēluṁ māruṁ bālapaṇa huṁ tō gōtuṁ chuṁ
karī nirmala haiyuṁ tō māruṁ, haiyāṁmāṁ tō mārā prabhunuṁ pratibiṁba huṁ tō gōtuṁ chuṁ
tūṭēlī āśāōmāṁ thījēlāṁ haiyāṁmāṁ mārā, kōī āśānī hūṁphanuṁ kiraṇa huṁ tō gōtuṁ chuṁ
mānava mānavanī vilasita mūrtimāṁ rē prabhu, mukhaḍuṁ tāruṁ huṁ tō gōtuṁ chuṁ
|