Hymn No. 4529 | Date: 07-Feb-1993
એક ચલણ તો નથી રે જગમાં જુદું જુદું, ચલણ તો ચાલતું ને ચાલતું રહ્યું
ēka calaṇa tō nathī rē jagamāṁ juduṁ juduṁ, calaṇa tō cālatuṁ nē cālatuṁ rahyuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-02-07
1993-02-07
1993-02-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=29
એક ચલણ તો નથી રે જગમાં જુદું જુદું, ચલણ તો ચાલતું ને ચાલતું રહ્યું
એક ચલણ તો નથી રે જગમાં જુદું જુદું, ચલણ તો ચાલતું ને ચાલતું રહ્યું
પ્રભુએ તો સદા શ્રદ્ધા પ્રેમ ને ભાવનું ચલણ તો સ્વીકાર્યું (2)
ધર્યું પ્રભુને જીવનમાં એનું તો નજરાણું, કામ પ્રભુએ સદા એનું તો કર્યું
ધર્યું પ્રભુને જેણે જગના ચલણનું નજરાણું, પ્રભુનું હૈયું ના એમાં માન્યું
હરેક ચીજ મેળવવા પડે છે તો ચૂકવવું, એનું એની કિમતનું તો નાણું
જોઈએ પ્રભુ પાસેથી તો જ્યારે બધું, ચૂકવવા કિંમત તો એની, શાને ખચકાવું
કર્યું હશે પ્રભુને તો જેવું, પ્રસાદ રૂપે, અનેક ઘણું પાછું એ તો મળવાનું
રાખે ના ઋણ કોઈનું માથે તો પ્રભુ, ચૂકવી દે પાછું એ તો અનેક ઘણું
મુક્તિ જોઈએ સહુને જગમાંથી, પ્રભુ પાસેથી, ચૂકવવું પડશે પ્રભુના ચલણનું નાણું
ચલણ વિના નથી કામ કોઈનું ચાલવાનું, વસ્તુ વસ્તુ માટે રહે ચલણ બદલાતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka calaṇa tō nathī rē jagamāṁ juduṁ juduṁ, calaṇa tō cālatuṁ nē cālatuṁ rahyuṁ
prabhuē tō sadā śraddhā prēma nē bhāvanuṁ calaṇa tō svīkāryuṁ (2)
dharyuṁ prabhunē jīvanamāṁ ēnuṁ tō najarāṇuṁ, kāma prabhuē sadā ēnuṁ tō karyuṁ
dharyuṁ prabhunē jēṇē jaganā calaṇanuṁ najarāṇuṁ, prabhunuṁ haiyuṁ nā ēmāṁ mānyuṁ
harēka cīja mēlavavā paḍē chē tō cūkavavuṁ, ēnuṁ ēnī kimatanuṁ tō nāṇuṁ
jōīē prabhu pāsēthī tō jyārē badhuṁ, cūkavavā kiṁmata tō ēnī, śānē khacakāvuṁ
karyuṁ haśē prabhunē tō jēvuṁ, prasāda rūpē, anēka ghaṇuṁ pāchuṁ ē tō malavānuṁ
rākhē nā r̥ṇa kōīnuṁ māthē tō prabhu, cūkavī dē pāchuṁ ē tō anēka ghaṇuṁ
mukti jōīē sahunē jagamāṁthī, prabhu pāsēthī, cūkavavuṁ paḍaśē prabhunā calaṇanuṁ nāṇuṁ
calaṇa vinā nathī kāma kōīnuṁ cālavānuṁ, vastu vastu māṭē rahē calaṇa badalātuṁ
|