1993-09-09
1993-09-09
1993-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=425
કહેવા બેસીશ રે પ્રભુ, કહી દઈશ ઘણું ઘણું
કહેવા બેસીશ રે પ્રભુ, કહી દઈશ ઘણું ઘણું,
કહીશ આખર તો, સહન હવે નથી થતું
અટક્યો ક્યાં અને કેમ, એ નથી સમજાતું,
નીકળ્યો હતો તરવા, પડે છે હવે તો ડૂબવું
મન પર ઘેરાતા વાદળા, ઘેરી જાય જીવનને,
થઈ જાય ત્યારે શું, નથી એ તો સમજાતું
સાંભળી વાતો કસોટીની, દેતા સમજાયું છે એ આકરી,
મન ઢીલું ત્યાં એમાં પડી ગયું
અંતરના ઊછાળા, અંતરમાં ઊછળ્યા, તારા કિનારા વિના,
બીજે ક્યાં એને પહોંચાડું
તારા મિલનની આશા, જોજે જીવનમાં તો ના તૂટે,
ભલે વિયોગમાં પડે તો તડપવું
જીવનની વાતો છે જીવનમાં ભરપૂર,
બેસીશ કહેવા, થાશે ના પૂરી, જોઈશે જીવન બીજું નવું
રોજ રોજ કહી વાતો જીવનની કરી ખાલી,
રહે છે પાછી નવી નવી વાતોથી એ ભરાતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કહેવા બેસીશ રે પ્રભુ, કહી દઈશ ઘણું ઘણું,
કહીશ આખર તો, સહન હવે નથી થતું
અટક્યો ક્યાં અને કેમ, એ નથી સમજાતું,
નીકળ્યો હતો તરવા, પડે છે હવે તો ડૂબવું
મન પર ઘેરાતા વાદળા, ઘેરી જાય જીવનને,
થઈ જાય ત્યારે શું, નથી એ તો સમજાતું
સાંભળી વાતો કસોટીની, દેતા સમજાયું છે એ આકરી,
મન ઢીલું ત્યાં એમાં પડી ગયું
અંતરના ઊછાળા, અંતરમાં ઊછળ્યા, તારા કિનારા વિના,
બીજે ક્યાં એને પહોંચાડું
તારા મિલનની આશા, જોજે જીવનમાં તો ના તૂટે,
ભલે વિયોગમાં પડે તો તડપવું
જીવનની વાતો છે જીવનમાં ભરપૂર,
બેસીશ કહેવા, થાશે ના પૂરી, જોઈશે જીવન બીજું નવું
રોજ રોજ કહી વાતો જીવનની કરી ખાલી,
રહે છે પાછી નવી નવી વાતોથી એ ભરાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahēvā bēsīśa rē prabhu, kahī daīśa ghaṇuṁ ghaṇuṁ,
kahīśa ākhara tō, sahana havē nathī thatuṁ
aṭakyō kyāṁ anē kēma, ē nathī samajātuṁ,
nīkalyō hatō taravā, paḍē chē havē tō ḍūbavuṁ
mana para ghērātā vādalā, ghērī jāya jīvananē,
thaī jāya tyārē śuṁ, nathī ē tō samajātuṁ
sāṁbhalī vātō kasōṭīnī, dētā samajāyuṁ chē ē ākarī,
mana ḍhīluṁ tyāṁ ēmāṁ paḍī gayuṁ
aṁtaranā ūchālā, aṁtaramāṁ ūchalyā, tārā kinārā vinā,
bījē kyāṁ ēnē pahōṁcāḍuṁ
tārā milananī āśā, jōjē jīvanamāṁ tō nā tūṭē,
bhalē viyōgamāṁ paḍē tō taḍapavuṁ
jīvananī vātō chē jīvanamāṁ bharapūra,
bēsīśa kahēvā, thāśē nā pūrī, jōīśē jīvana bījuṁ navuṁ
rōja rōja kahī vātō jīvananī karī khālī,
rahē chē pāchī navī navī vātōthī ē bharātuṁ
|