Hymn No. 5009 | Date: 24-Oct-1993
જીવનમાં રે, તું વાવજે રે, સુગંધી પુષ્પો એવાં, પ્રભુને આવીને વસવાનું મન થાય
jīvanamāṁ rē, tuṁ vāvajē rē, sugaṁdhī puṣpō ēvāṁ, prabhunē āvīnē vasavānuṁ mana thāya
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1993-10-24
1993-10-24
1993-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=509
જીવનમાં રે, તું વાવજે રે, સુગંધી પુષ્પો એવાં, પ્રભુને આવીને વસવાનું મન થાય
જીવનમાં રે, તું વાવજે રે, સુગંધી પુષ્પો એવાં, પ્રભુને આવીને વસવાનું મન થાય
ફોરશે ફોરમ એમાં જ્યાં એની રે, મનડું પ્રભુનું રે, એમાં તો ડોલી જાય
જીવનમાં સદ્ગુણોનાં ફૂલો વિકસાવજે એવાં, ફોરમ એની પ્રભુ પાસે પહોંચી જાય
એક એક ગુણનું કરજે વાવેતર એવું, જીવનબાગ તારો એમાં તો ખીલી જાય
વીણી વીણી દેજે તું તો ફેંકી, અવગુણોના કાંટા ને ઝાંખરાંને, જોજે એક પણ ના રહી જાય
કરી જતન તારા બગીચાનું રે એવું, પ્રભુનું મન આવવાને એમાં તો લલચાઈ જાય
આવ્યા એક વાર પ્રભુ જ્યાં એમાં, જોજે રે તું, એ ત્યાં તો ઠરીઠામ તો થઈ જાય
રાત-દિવસ માંગશે એ તો મહેનત તારી, જોજે બગીચો તારો લીલોછમ રહી જાય
બનાવજે બગીચો તારો તું એવો, અન્યને પ્રેરણા, જીવનમાં એમાંથી તો મળતી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ rē, tuṁ vāvajē rē, sugaṁdhī puṣpō ēvāṁ, prabhunē āvīnē vasavānuṁ mana thāya
phōraśē phōrama ēmāṁ jyāṁ ēnī rē, manaḍuṁ prabhunuṁ rē, ēmāṁ tō ḍōlī jāya
jīvanamāṁ sadguṇōnāṁ phūlō vikasāvajē ēvāṁ, phōrama ēnī prabhu pāsē pahōṁcī jāya
ēka ēka guṇanuṁ karajē vāvētara ēvuṁ, jīvanabāga tārō ēmāṁ tō khīlī jāya
vīṇī vīṇī dējē tuṁ tō phēṁkī, avaguṇōnā kāṁṭā nē jhāṁkharāṁnē, jōjē ēka paṇa nā rahī jāya
karī jatana tārā bagīcānuṁ rē ēvuṁ, prabhunuṁ mana āvavānē ēmāṁ tō lalacāī jāya
āvyā ēka vāra prabhu jyāṁ ēmāṁ, jōjē rē tuṁ, ē tyāṁ tō ṭharīṭhāma tō thaī jāya
rāta-divasa māṁgaśē ē tō mahēnata tārī, jōjē bagīcō tārō līlōchama rahī jāya
banāvajē bagīcō tārō tuṁ ēvō, anyanē prēraṇā, jīvanamāṁ ēmāṁthī tō malatī jāya
|