1994-03-16
1994-03-16
1994-03-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=669
ભક્તિના નીરમાં નરમ બની, વેરાગ્યના તાપમાં હૈયું તૈયાર થાય
ભક્તિના નીરમાં નરમ બની, વેરાગ્યના તાપમાં હૈયું તૈયાર થાય
જનમ સાચો ત્યારે તો તું જાણ
હૈયામાંથી જ્યાં વેરના કાંટા પૂરા નીકળી જાય, ઇર્ષ્યાનો અગ્નિ શમી જાય
નજરમાંથી ભેદ જ્યાં હટી જાય, નિર્મળતાનાં તેજ એમાં જ્યાં પથરાય
સાથ સહુના મળતા જાય, હાસ્યથી સહુ જ્યાં આવકારતા જાય
પ્રેમનાં પાન જીવનમાં તું પીતો, અને પીવરાવતો ને પીવરાવતો જાય
દુઃખદર્દની અસર ના થાય, સુખ સામું તેડું દેવા દોડતું આવી જાય
મન પોતાની ચંચળતા દૂર કરી, સ્થિર ને સ્થિર તો જ્યાં થાતું જાય
ઇચ્છાઓ ને ઇચ્છાઓ જ્યાં પ્રભુદર્શન તરફ વળતી ને વળતી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhaktinā nīramāṁ narama banī, vērāgyanā tāpamāṁ haiyuṁ taiyāra thāya
janama sācō tyārē tō tuṁ jāṇa
haiyāmāṁthī jyāṁ vēranā kāṁṭā pūrā nīkalī jāya, irṣyānō agni śamī jāya
najaramāṁthī bhēda jyāṁ haṭī jāya, nirmalatānāṁ tēja ēmāṁ jyāṁ patharāya
sātha sahunā malatā jāya, hāsyathī sahu jyāṁ āvakāratā jāya
prēmanāṁ pāna jīvanamāṁ tuṁ pītō, anē pīvarāvatō nē pīvarāvatō jāya
duḥkhadardanī asara nā thāya, sukha sāmuṁ tēḍuṁ dēvā dōḍatuṁ āvī jāya
mana pōtānī caṁcalatā dūra karī, sthira nē sthira tō jyāṁ thātuṁ jāya
icchāō nē icchāō jyāṁ prabhudarśana tarapha valatī nē valatī jāya
|
|