1994-07-10
1994-07-10
1994-07-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=862
એક થાય ને બીજું જીવનમાં, તો અટકી જાય
એક થાય ને બીજું જીવનમાં, તો અટકી જાય
ક્રમ જીવનમાં તો આ ચાલતો રહે, કેમ એ તો થાય ના એ સમજાય
યત્નો ને યત્નો કરતા રહીએ, કદી મળે સફળતા, કદી દૂર એને હડસેલી જાય
ના જાણ કે પહેચાન, પ્રથમ મુલાકાતમાં તો ઘૃણા જાગી જાય
જીવનમાં હોય અજાણ્યા, મળતા પોતાના ને પોતાના લાગતા જાય
ધર્મમય રહેવું છે રે જીવનમાં, ચૂકી પગલાં અધર્મમય બની જવાય
અપનાવવા છે સહુને રે જીવનમાં, બાધા એમાં આવતી ને આવતી જાય
જોઈએ છે સુખ સહુને રે જીવનમાં, દુઃખ ને દુઃખ તો ભેગું કરતા જાય
કદી કરવા જાતાં તો એક, જીવનમાં તો બીજું ને બીજું તો બની જાય
શું થાય, ને શું ના થાય, કેમ થાય ને કેમ ના થાય જીવનમાં, ના એ તો કહેવાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka thāya nē bījuṁ jīvanamāṁ, tō aṭakī jāya
krama jīvanamāṁ tō ā cālatō rahē, kēma ē tō thāya nā ē samajāya
yatnō nē yatnō karatā rahīē, kadī malē saphalatā, kadī dūra ēnē haḍasēlī jāya
nā jāṇa kē pahēcāna, prathama mulākātamāṁ tō ghr̥ṇā jāgī jāya
jīvanamāṁ hōya ajāṇyā, malatā pōtānā nē pōtānā lāgatā jāya
dharmamaya rahēvuṁ chē rē jīvanamāṁ, cūkī pagalāṁ adharmamaya banī javāya
apanāvavā chē sahunē rē jīvanamāṁ, bādhā ēmāṁ āvatī nē āvatī jāya
jōīē chē sukha sahunē rē jīvanamāṁ, duḥkha nē duḥkha tō bhēguṁ karatā jāya
kadī karavā jātāṁ tō ēka, jīvanamāṁ tō bījuṁ nē bījuṁ tō banī jāya
śuṁ thāya, nē śuṁ nā thāya, kēma thāya nē kēma nā thāya jīvanamāṁ, nā ē tō kahēvāya
|