1994-07-18
1994-07-18
1994-07-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=880
કરી છે ભૂલો ઘણી રે જીવનમાં, છે એકરારની રે મારી વાણી
કરી છે ભૂલો ઘણી રે જીવનમાં, છે એકરારની રે મારી વાણી
રહેમ કર હવે તો માડી, કર બંધ હવે તો, ખફા નજર તો તારી
છવાયો છે ચારે તરફ તો અંધકાર ભારી, સૂઝતી નથી દિશા ચાલવાની
લેવાતા નથી નિર્ણય હવે તો સાચા, ગયા છે અટવાઈ એમાં ભારી
રાખી નથી શકતો દોર જીવનનો હાથમાં મારા, સોંપી નથી શકતો હાથમાં તારી
દુઃખદર્દથી તો છું ખૂબ ઘેરાયેલો, મળતી નથી નીકળવાની કોઈ બારી
દિવસે દિવસે જાઉં છું તૂટતો શક્તિમાં, માગું છું શક્તિનું બુંદ પાસે તારી
બંધાતાં ગયાં છે મન, બુદ્ધિ તો મારાં, આવી જાય છે આંખમાં તો પાણી
સમજાઈ ગઈ જીવનમાં તો આ વાત, નથી કોઈ જગમાં મારું સિવાય તો તારી
માગું જીવનમાં અવિચલ કૃપા તો તારી, રહેમ કર હવે તો આ મારી માડી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī chē bhūlō ghaṇī rē jīvanamāṁ, chē ēkarāranī rē mārī vāṇī
rahēma kara havē tō māḍī, kara baṁdha havē tō, khaphā najara tō tārī
chavāyō chē cārē tarapha tō aṁdhakāra bhārī, sūjhatī nathī diśā cālavānī
lēvātā nathī nirṇaya havē tō sācā, gayā chē aṭavāī ēmāṁ bhārī
rākhī nathī śakatō dōra jīvananō hāthamāṁ mārā, sōṁpī nathī śakatō hāthamāṁ tārī
duḥkhadardathī tō chuṁ khūba ghērāyēlō, malatī nathī nīkalavānī kōī bārī
divasē divasē jāuṁ chuṁ tūṭatō śaktimāṁ, māguṁ chuṁ śaktinuṁ buṁda pāsē tārī
baṁdhātāṁ gayāṁ chē mana, buddhi tō mārāṁ, āvī jāya chē āṁkhamāṁ tō pāṇī
samajāī gaī jīvanamāṁ tō ā vāta, nathī kōī jagamāṁ māruṁ sivāya tō tārī
māguṁ jīvanamāṁ avicala kr̥pā tō tārī, rahēma kara havē tō ā mārī māḍī
|