Hymn No. 5621 | Date: 06-Jan-1995
નિર્ણયોને નિર્ણયો પડશે લેવા જીવનમાં, જીવનમાં એના અમલ વિના વળશે શું
nirṇayōnē nirṇayō paḍaśē lēvā jīvanamāṁ, jīvanamāṁ ēnā amala vinā valaśē śuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-01-06
1995-01-06
1995-01-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1120
નિર્ણયોને નિર્ણયો પડશે લેવા જીવનમાં, જીવનમાં એના અમલ વિના વળશે શું
નિર્ણયોને નિર્ણયો પડશે લેવા જીવનમાં, જીવનમાં એના અમલ વિના વળશે શું
કાપવાનો છે મારગ અજાણ્યો અંધકારમાં, આગિયાના તેજથી એમાં વળશે શું
હોઈએ અજાણ્યા કે અજ્ઞાન જે વિષયમાં, ફૂંકીને બણગાં એમાં વળશે શું
આભ ફૂટયું હોય દુઃખ દર્દનું જીવનમાં, દઈને થીંગડા તો એમાં વળશે શું
ધ્રુજીએ કાતિલ ઠંડીથી તો જ્યાં, દૂરના દીપકની ગરમીથી એમાં વળશે શું
લખતાં વાંચતા આવડતું ના હોય, હાથમાં આવે એના જ્ઞાનના પોથા, એમાં વળશે શું
દુઃખ દર્દમાં ડૂબેલું છે મન જેનું, કરશો એની સામે જ્ઞાનની વાત, એમાં વળશે શું
તાપવું છે તનડું સૂર્ય તાપમાં, રહેશો ઊભા તો છાંયડે, એમાં તો વળશે શું
કંટાળેલો છે જે લાંબી વાતોથી, કરશો લાંબી વાતો એની સામે, એમાં વળશે શું
મળ્યા અજાણ્યા જીવનમાં બે જ્યાં, કરશે ના જો પરિચય તો, એમાં વળશે શું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nirṇayōnē nirṇayō paḍaśē lēvā jīvanamāṁ, jīvanamāṁ ēnā amala vinā valaśē śuṁ
kāpavānō chē māraga ajāṇyō aṁdhakāramāṁ, āgiyānā tējathī ēmāṁ valaśē śuṁ
hōīē ajāṇyā kē ajñāna jē viṣayamāṁ, phūṁkīnē baṇagāṁ ēmāṁ valaśē śuṁ
ābha phūṭayuṁ hōya duḥkha dardanuṁ jīvanamāṁ, daīnē thīṁgaḍā tō ēmāṁ valaśē śuṁ
dhrujīē kātila ṭhaṁḍīthī tō jyāṁ, dūranā dīpakanī garamīthī ēmāṁ valaśē śuṁ
lakhatāṁ vāṁcatā āvaḍatuṁ nā hōya, hāthamāṁ āvē ēnā jñānanā pōthā, ēmāṁ valaśē śuṁ
duḥkha dardamāṁ ḍūbēluṁ chē mana jēnuṁ, karaśō ēnī sāmē jñānanī vāta, ēmāṁ valaśē śuṁ
tāpavuṁ chē tanaḍuṁ sūrya tāpamāṁ, rahēśō ūbhā tō chāṁyaḍē, ēmāṁ tō valaśē śuṁ
kaṁṭālēlō chē jē lāṁbī vātōthī, karaśō lāṁbī vātō ēnī sāmē, ēmāṁ valaśē śuṁ
malyā ajāṇyā jīvanamāṁ bē jyāṁ, karaśē nā jō paricaya tō, ēmāṁ valaśē śuṁ
|