|
View Original |
|
હેતભર્યાં હૈયેથી નીકળે જ્યાં પ્રેમભરી રે વાણી
કરી ના શકે રે બરાબરી રે એવી, સ્વર્ગની ભી રાજધાની
અભિમાન ભર્યા હૈયેથી, નીકળી રહે ક્રોધ તારી રે વાણીએ
જીવનમાં રે છે રે એ તો, જગમાં જીવનની પતનની નિશાની
વેરાગીના નયનોમાં રે જ્યાં, લોભ લાલચ લપટાણી
સમજી લેજો રે ત્યાં, સાધુતા એમાં રે લજવાણી
વિશ્વાસના પ્રવાસમાં જ્યાં શંકાની ભૂતાવળ જાગી
અટકી જાશે પ્રવાસ વિશ્વાસનો, દેશે મતિ એમાં મૂંઝાવી
વિચાર વિના જો, કાઢતા રહીશું જીવનમાં વાણીને વાણી
આવશે જીવનમાં રે ત્યારે, ક્યારેક શબ્દો ગળવાની પાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)