1986-12-20
1986-12-20
1986-12-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11647
રાત ને દિન, માડી, તુજ દર્શન વિના વીતી રહી
રાત ને દિન, માડી, તુજ દર્શન વિના વીતી રહી
આશ હૈયે, તારા દર્શનની અધૂરી ને અધૂરી રહી
કર્યા કર્મો, કેવા ક્યારે, સમજણ એની તો ના પડી
પ્યાસ તારા દર્શનની, હૈયે વધતી ને વધતી રહી
જલી છે આગ તુજ દર્શનની હૈયે, એ તો જલતી રહી
કરજે કૃપા એવી માડી, તુજ દર્શન વિના શમે ના કદી
હશે વીત્યા કંઈક જન્મો, યાદ નથી મુજને એની જરી
રાહ તો જોઈ રહ્યો છું, માડી તારા દર્શનની હરઘડી
વીતે છે જે પળ તુજ દર્શન વિના, આકરી રહી છે એ ઘડી
તાણતી ના પળને માડી, કરજે કૃપા હવે તો જરી
પાપ કે પુણ્યના હિસાબ નથી પાસે મારી તો જરી
વિશ્વાસ છે કૃપાનો તારો, દેજે દર્શન દેજે અબઘડી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāta nē dina, māḍī, tuja darśana vinā vītī rahī
āśa haiyē, tārā darśananī adhūrī nē adhūrī rahī
karyā karmō, kēvā kyārē, samajaṇa ēnī tō nā paḍī
pyāsa tārā darśananī, haiyē vadhatī nē vadhatī rahī
jalī chē āga tuja darśananī haiyē, ē tō jalatī rahī
karajē kr̥pā ēvī māḍī, tuja darśana vinā śamē nā kadī
haśē vītyā kaṁīka janmō, yāda nathī mujanē ēnī jarī
rāha tō jōī rahyō chuṁ, māḍī tārā darśananī haraghaḍī
vītē chē jē pala tuja darśana vinā, ākarī rahī chē ē ghaḍī
tāṇatī nā palanē māḍī, karajē kr̥pā havē tō jarī
pāpa kē puṇyanā hisāba nathī pāsē mārī tō jarī
viśvāsa chē kr̥pānō tārō, dējē darśana dējē abaghaḍī
English Explanation |
|
In this one more devotional, Gujarati bhajan,
He is saying...
Day and night, O Mother, are just passing by without your vision.
My wish to see you has remained unfulfilled and unfulfilled.
What kind of deeds did I do that I can not understand, the thirst for your vision is just growing in my heart.
The flame of desire to see you is burning in my heart and it's still continuing to burn, please shower such grace upon me that It doesn't extinguish without seeing you.
Have passed through so many lives, that I don't even know. Still, waiting for your vision every minute.
Every minute that is passing without your vision, is now becoming unbearable. Please don't stretch this minute anymore, please grace me with your vision.
The account of my virtues and sins, I do not have, what I have is faith in you that you will bestow grace upon me, by giving me your vision right this moment.
This bhajan expresses Kaka's eagerness and impatience in a very cute way to see Divine Mother, like a child waiting to open his birthday present. The joy of meeting and seeing Divine Mother is incredible that he is waiting to experience.
|