|
View Original |
|
સંજોગો ઉપર બુદ્ધિ જીવનમાં કામ ના આપી શકી
બુદ્ધિ જીવનમાં તો જ્યાં, બહેર મારી ગઈ (2)
હતાશાઓના કવચને ના એ તો ભેદી શકી
નિર્ણય લેવા ટાણે નિર્ણય તો ના એ લઈ શકી
જરૂર હતી જ્યારે મને એની ઝાઝી, ના કામ એ આવી
ભ્રમિત જ્યાં એ બની, ભ્રમણામાં મને એ નાખી ગઈ
સંજોગો જીવનમાં તો જ્યાં, અકલ્પ્ય આઘાત આપી ગઈ
જગમાં તો જીવન ઉપર તો જ્યાં ખૂબ વીતતી ને વીતતી ગઈ
કામ વિના જ્યાં એ આળસની ખીણમાં તો ડૂબી ગઈ
ડરને ડરભર્યા વાતાવરણમાં, જ્યાં એ ઘેરાતી ને ઘેરાતી ગઈ
લોભ લાલચમાં જ્યાં એ તણાતીને તણાતી તો ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)