Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6054 | Date: 03-Dec-1995
કોમળતા હૈયાંની રે મારી, જીવનની કઠોરતા, જીરવી શકતું નથી
Kōmalatā haiyāṁnī rē mārī, jīvananī kaṭhōratā, jīravī śakatuṁ nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6054 | Date: 03-Dec-1995

કોમળતા હૈયાંની રે મારી, જીવનની કઠોરતા, જીરવી શકતું નથી

  No Audio

kōmalatā haiyāṁnī rē mārī, jīvananī kaṭhōratā, jīravī śakatuṁ nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-12-03 1995-12-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12043 કોમળતા હૈયાંની રે મારી, જીવનની કઠોરતા, જીરવી શકતું નથી કોમળતા હૈયાંની રે મારી, જીવનની કઠોરતા, જીરવી શકતું નથી

જરૂરિયાતે બનવું પડે કઠણ જીવનમાં, હૈયું એ તો સ્વીકારી શકતું નથી

પ્રેમનું બિંદુ એમાંથી, કરી વલોપાત બહાર આવ્યા વિના રહેતું નથી

વાગે ઘા કઠોરતાના જ્યાં હૈયે, એ દૂઝ્યા વિના તો રહેતું નથી

કરે ઘા જીવનમાં બધા ભલે ઘણા, ભલું ચાહ્યાં વિના એનું એ રહેતું નથી

બની ગયું છે હવે એ તો એવું, હરેક ચીજમાંથી સુખ મેળવ્યા વિના રહેતું નથી

કરવો નથી ઘા અન્યને એણે, કોમળતાના નશામાં ચૂર રહ્યાં વિના રહેતું નથી

દેખાય કોમળતા અન્યના હૈયાંમાં, એને હૈયાંમાં સમાવ્યા વિના રહેતું નથી

જોતું નથી એ ખાડા ટેકરા, આવકારવા હરેક હૈયાંને, ધસ્યા વિના એ રહેતું નથી

રોકશો ના મારી એ કોમળતાને, પ્રભુની કોમળતા સ્પર્શ્યા વિના રહેતી નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōmalatā haiyāṁnī rē mārī, jīvananī kaṭhōratā, jīravī śakatuṁ nathī

jarūriyātē banavuṁ paḍē kaṭhaṇa jīvanamāṁ, haiyuṁ ē tō svīkārī śakatuṁ nathī

prēmanuṁ biṁdu ēmāṁthī, karī valōpāta bahāra āvyā vinā rahētuṁ nathī

vāgē ghā kaṭhōratānā jyāṁ haiyē, ē dūjhyā vinā tō rahētuṁ nathī

karē ghā jīvanamāṁ badhā bhalē ghaṇā, bhaluṁ cāhyāṁ vinā ēnuṁ ē rahētuṁ nathī

banī gayuṁ chē havē ē tō ēvuṁ, harēka cījamāṁthī sukha mēlavyā vinā rahētuṁ nathī

karavō nathī ghā anyanē ēṇē, kōmalatānā naśāmāṁ cūra rahyāṁ vinā rahētuṁ nathī

dēkhāya kōmalatā anyanā haiyāṁmāṁ, ēnē haiyāṁmāṁ samāvyā vinā rahētuṁ nathī

jōtuṁ nathī ē khāḍā ṭēkarā, āvakāravā harēka haiyāṁnē, dhasyā vinā ē rahētuṁ nathī

rōkaśō nā mārī ē kōmalatānē, prabhunī kōmalatā sparśyā vinā rahētī nathī
Scan Image

Gujarati Bhajan no. 6054 by Satguru Devendra Ghia - Kaka
First...604960506051...Last