Hymn No. 6135 | Date: 28-Jan-1996
એક એક બોલ, માડી તારે છે, બની જાશે મારે રે અણમોલ
ēka ēka bōla, māḍī tārē chē, banī jāśē mārē rē aṇamōla
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1996-01-28
1996-01-28
1996-01-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12124
એક એક બોલ, માડી તારે છે, બની જાશે મારે રે અણમોલ
એક એક બોલ, માડી તારે છે, બની જાશે મારે રે અણમોલ
નીકળશે જ્યારે એ તો, તારા હૈયાંમાંથી તો એ બોલ
જગની દોલત, જગનું સુખ, આવી ના શકે કાંઈ, એની રે તોલ
ઉદ્દેશ્યો હશે જ્યાં એ મારા કાજે, જાશે બની મારે એ અણમોલ
ઝંખે છે હૈયું એ સાંભળવા, જીવનમાં તારા એવા એ બોલ
નીકળશે જ્યાં એ હૈયેથી તારા, લાગશે મને તારો એ મીઠો કોલ
મળે ના એ કાંઈ હાટે ને વાટે, કરી શકીશ ક્યાંથી એના રે મોલ
સંભળાશે જ્યાં તારા એવા એને બોલ, કરશે હૈયું આનંદમાં કલ્લોલ
એક એક બોલ તારા, ખોલશે હૈયું મારું, માડી હૈયું તારું હવે તો ખોલ
આવા એ તારા રે બોલ માડી, મારે મન તો છે એ તો અણમોલ
https://www.youtube.com/watch?v=0nialnA9wGo
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
એક એક બોલ, માડી તારે છે, બની જાશે મારે રે અણમોલ
નીકળશે જ્યારે એ તો, તારા હૈયાંમાંથી તો એ બોલ
જગની દોલત, જગનું સુખ, આવી ના શકે કાંઈ, એની રે તોલ
ઉદ્દેશ્યો હશે જ્યાં એ મારા કાજે, જાશે બની મારે એ અણમોલ
ઝંખે છે હૈયું એ સાંભળવા, જીવનમાં તારા એવા એ બોલ
નીકળશે જ્યાં એ હૈયેથી તારા, લાગશે મને તારો એ મીઠો કોલ
મળે ના એ કાંઈ હાટે ને વાટે, કરી શકીશ ક્યાંથી એના રે મોલ
સંભળાશે જ્યાં તારા એવા એને બોલ, કરશે હૈયું આનંદમાં કલ્લોલ
એક એક બોલ તારા, ખોલશે હૈયું મારું, માડી હૈયું તારું હવે તો ખોલ
આવા એ તારા રે બોલ માડી, મારે મન તો છે એ તો અણમોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka ēka bōla, māḍī tārē chē, banī jāśē mārē rē aṇamōla
nīkalaśē jyārē ē tō, tārā haiyāṁmāṁthī tō ē bōla
jaganī dōlata, jaganuṁ sukha, āvī nā śakē kāṁī, ēnī rē tōla
uddēśyō haśē jyāṁ ē mārā kājē, jāśē banī mārē ē aṇamōla
jhaṁkhē chē haiyuṁ ē sāṁbhalavā, jīvanamāṁ tārā ēvā ē bōla
nīkalaśē jyāṁ ē haiyēthī tārā, lāgaśē manē tārō ē mīṭhō kōla
malē nā ē kāṁī hāṭē nē vāṭē, karī śakīśa kyāṁthī ēnā rē mōla
saṁbhalāśē jyāṁ tārā ēvā ēnē bōla, karaśē haiyuṁ ānaṁdamāṁ kallōla
ēka ēka bōla tārā, khōlaśē haiyuṁ māruṁ, māḍī haiyuṁ tāruṁ havē tō khōla
āvā ē tārā rē bōla māḍī, mārē mana tō chē ē tō aṇamōla
|