Hymn No. 6175 | Date: 26-Feb-1996
રમત રમી ગયું ભાગ્ય એવું મારી સાથે, બીન અપરાધીને અપરાધી બનાવી ગયું
ramata ramī gayuṁ bhāgya ēvuṁ mārī sāthē, bīna aparādhīnē aparādhī banāvī gayuṁ
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1996-02-26
1996-02-26
1996-02-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12164
રમત રમી ગયું ભાગ્ય એવું મારી સાથે, બીન અપરાધીને અપરાધી બનાવી ગયું
રમત રમી ગયું ભાગ્ય એવું મારી સાથે, બીન અપરાધીને અપરાધી બનાવી ગયું
સમજદારીના ખાતામાંથી, બીનસમજદારીનું ખાતું મારું એ તો ખોલી ગયું
આવડતના પાણીને જીવનમાં મારા, સૂકવતુંને સૂકવતું એ તો રહ્યું
પવિત્રતાનું ઝરણું સૂકવ્યું એમાં એણે, પાપનું બિંદુ હૈયાંમાં એ પ્રગટાવી ગયું
ડગલેપગલે સુખ ચાહતા મારા હૈયાંને, દુઃખ દર્દમાં એ ડુબાવાતુંને ડુબાવતું ગયું
કારણ ગોત્યા જગમાં ઘણા, કારણ મળ્યા એના ભલે, કારણ મારા ભાગ્યનું ના મળ્યું
રચ્યા ઘણા સુખદ સપના જીવનમાં, જીવનમાં ઠેસ એને એ તો મારતું રહ્યું
કારણ વિના કરે દુશ્મનાવટો ઊભી, અશાંતિનું ઝરણું ઊભું એ કરતું રહ્યું
કરીએ, કરીએ જીવનમાં કરીએ ઘણું, ભાગ્ય એના ઉપર પાણી ફેરવતું રહ્યું
દોડી દોડી આવવું છે તારા ચરણોમાં, મનડાંને બાંધી રૂકાવટ ઊભી એમાં કરતું રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ramata ramī gayuṁ bhāgya ēvuṁ mārī sāthē, bīna aparādhīnē aparādhī banāvī gayuṁ
samajadārīnā khātāmāṁthī, bīnasamajadārīnuṁ khātuṁ māruṁ ē tō khōlī gayuṁ
āvaḍatanā pāṇīnē jīvanamāṁ mārā, sūkavatuṁnē sūkavatuṁ ē tō rahyuṁ
pavitratānuṁ jharaṇuṁ sūkavyuṁ ēmāṁ ēṇē, pāpanuṁ biṁdu haiyāṁmāṁ ē pragaṭāvī gayuṁ
ḍagalēpagalē sukha cāhatā mārā haiyāṁnē, duḥkha dardamāṁ ē ḍubāvātuṁnē ḍubāvatuṁ gayuṁ
kāraṇa gōtyā jagamāṁ ghaṇā, kāraṇa malyā ēnā bhalē, kāraṇa mārā bhāgyanuṁ nā malyuṁ
racyā ghaṇā sukhada sapanā jīvanamāṁ, jīvanamāṁ ṭhēsa ēnē ē tō māratuṁ rahyuṁ
kāraṇa vinā karē duśmanāvaṭō ūbhī, aśāṁtinuṁ jharaṇuṁ ūbhuṁ ē karatuṁ rahyuṁ
karīē, karīē jīvanamāṁ karīē ghaṇuṁ, bhāgya ēnā upara pāṇī phēravatuṁ rahyuṁ
dōḍī dōḍī āvavuṁ chē tārā caraṇōmāṁ, manaḍāṁnē bāṁdhī rūkāvaṭa ūbhī ēmāṁ karatuṁ rahyuṁ
|