1996-03-01
1996-03-01
1996-03-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12166
એવી યાદને, જીવનમાં રે મારે, કરવી છે રે શું, જે યાદ અપાવે ના મને યાદ તારી

એવું જીવન મારે જીવવું રે શું, જેના શ્વાસેશ્વાસમાં ભરી ના હોય યાદો તારી
એ દૃષ્ટિને મારે દૃષ્ટિ ગણવી રે શું, જે દૃષ્ટિમાંથી, મળે ના મને દૃશ્ય તો તારું
એ જ્ઞાનને ગણું હું જ્ઞાન અધૂરું, જે જ્ઞાન આપી ના શકે મને જ્ઞાન તો તારું
એ સમીપતાને સમીપતા ગણું હું ક્યાંથી, જે સમીપતા આપી ના શકે સમીપતા તારી
એ પ્રેમને ગણું હું પ્રેમ તો ક્યાંથી, જે પ્રેમ જીવનમાં, ભુલાવી જાય મને યાદો તારી
એ ભક્તિને ભક્તિ ગણું હું ક્યાંથી, જે ભક્તિના સૂરો પ્રગટાવી ના જાય હૈયાંમાં યાદો તારી
એ વિશ્વાસને વિશ્વાસ ગણું હું ક્યાંથી, જે વિશ્વાસ ઊભી કરી જાય શંકા યાદોમાં તારી
એ ભાવને ભાવ હું ગણું રે શાને, જે ભાવ રહેવા ના દે, મને ભાવમાં યાદોમાં તારી
એ નામને ગણું ના હું નામ તો તારું, જે નામ અપાવી ના જાય મને યાદો તારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēvī yādanē, jīvanamāṁ rē mārē, karavī chē rē śuṁ, jē yāda apāvē nā manē yāda tārī
ēvuṁ jīvana mārē jīvavuṁ rē śuṁ, jēnā śvāsēśvāsamāṁ bharī nā hōya yādō tārī
ē dr̥ṣṭinē mārē dr̥ṣṭi gaṇavī rē śuṁ, jē dr̥ṣṭimāṁthī, malē nā manē dr̥śya tō tāruṁ
ē jñānanē gaṇuṁ huṁ jñāna adhūruṁ, jē jñāna āpī nā śakē manē jñāna tō tāruṁ
ē samīpatānē samīpatā gaṇuṁ huṁ kyāṁthī, jē samīpatā āpī nā śakē samīpatā tārī
ē prēmanē gaṇuṁ huṁ prēma tō kyāṁthī, jē prēma jīvanamāṁ, bhulāvī jāya manē yādō tārī
ē bhaktinē bhakti gaṇuṁ huṁ kyāṁthī, jē bhaktinā sūrō pragaṭāvī nā jāya haiyāṁmāṁ yādō tārī
ē viśvāsanē viśvāsa gaṇuṁ huṁ kyāṁthī, jē viśvāsa ūbhī karī jāya śaṁkā yādōmāṁ tārī
ē bhāvanē bhāva huṁ gaṇuṁ rē śānē, jē bhāva rahēvā nā dē, manē bhāvamāṁ yādōmāṁ tārī
ē nāmanē gaṇuṁ nā huṁ nāma tō tāruṁ, jē nāma apāvī nā jāya manē yādō tārī
|