Hymn No. 6334 | Date: 03-Aug-1996
રહ્યાં નથી, રહ્યાં નથી, રહ્યાં નથી, રહ્યાં નથી
rahyāṁ nathī, rahyāṁ nathī, rahyāṁ nathī, rahyāṁ nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1996-08-03
1996-08-03
1996-08-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12323
રહ્યાં નથી, રહ્યાં નથી, રહ્યાં નથી, રહ્યાં નથી
રહ્યાં નથી, રહ્યાં નથી, રહ્યાં નથી, રહ્યાં નથી
જીવનમાં તો, કોઈ કોઈના આધાર વિના તો રહ્યાં નથી
સાગર જેવા સાગરને પણ, લેવા પડયા આધાર કિનારાના
શોધ્યો છે પ્રેમ નો આધાર હૈયાંનો, એના વિના એ રહ્યો નથી
હરેક રસ્તાને આધાર છે એની મંઝિલનો, મંઝિલ વિના એ રહ્યાં નથી
દૃષ્ટિ છે આધાર દૃશ્યનો, દૃષ્ટિ દૃશ્ય વિના તો રહી નથી
રહ્યાં છે જગમાં સહુ એક બીજાના આધારે, એના વિના એ રહ્યાં નથી
સહુ સંખ્યાને તો છે એક ને શૂન્યનો તો આધાર, એના આધાર વિના બની નથી
સમયને તો છે આધાર ગતિનો, ગતિ વિના સમય તો વહ્યો નથી
અવિશ્વાસને છે આધાર શંકાનું, શંકા વિના અવિશ્વાસ ટકતો નથી
આ તનડાંને છે આધાર તો કર્મોનો, કર્મ વિના તનડું તો રહ્યું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyāṁ nathī, rahyāṁ nathī, rahyāṁ nathī, rahyāṁ nathī
jīvanamāṁ tō, kōī kōīnā ādhāra vinā tō rahyāṁ nathī
sāgara jēvā sāgaranē paṇa, lēvā paḍayā ādhāra kinārānā
śōdhyō chē prēma nō ādhāra haiyāṁnō, ēnā vinā ē rahyō nathī
harēka rastānē ādhāra chē ēnī maṁjhilanō, maṁjhila vinā ē rahyāṁ nathī
dr̥ṣṭi chē ādhāra dr̥śyanō, dr̥ṣṭi dr̥śya vinā tō rahī nathī
rahyāṁ chē jagamāṁ sahu ēka bījānā ādhārē, ēnā vinā ē rahyāṁ nathī
sahu saṁkhyānē tō chē ēka nē śūnyanō tō ādhāra, ēnā ādhāra vinā banī nathī
samayanē tō chē ādhāra gatinō, gati vinā samaya tō vahyō nathī
aviśvāsanē chē ādhāra śaṁkānuṁ, śaṁkā vinā aviśvāsa ṭakatō nathī
ā tanaḍāṁnē chē ādhāra tō karmōnō, karma vinā tanaḍuṁ tō rahyuṁ nathī
|