1996-08-14
1996-08-14
1996-08-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12337
માનવીના મન તો, કળાય નહીં (2)
માનવીના મન તો, કળાય નહીં (2)
જોયાં ગ્રહોને, પહોંચ્યા ગ્રહોની પાર, ઉતર્યા સમુદ્રના પેટાળમાં
બોલે કંઈક, કરે કંઈક, કરે જીવનમાં એ કંઈક બીજું એવા
છે માનવ મન એવું, છે ઊંડાણ એનુ એવું ઊંડું, ના એ તો મપાય
ધરે આકાર એ નિતનવા, ઓળખવું મુશ્કેલ બની જાય
રહે ઊંડાણ એનું બદલાતુંને બદલાતું, કેમ કરીને મપાય
લાગે જ્યાં, તાગ મળ્યો એનો, ત્યાં ક્યાંને કયાં એ ઘસડી જાય
સરખાપણાની સરખામણીમાં પણ ઊણપ એમાં દેખાય જાય
નીકળે ના માપ જેમ બુદ્ધિનું, માનવીના મનનું માપ કાઢી ના શકાય
ભલભલા ખાઈ ગયા ગોથાં, ગયા માપવા ખુદ એમાં તો મપાઈ જાય
દરિયા ને મનના ઊંડાણ ના મપાય, માપ એમાં ખોટા પડી જાય –
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mānavīnā mana tō, kalāya nahīṁ (2)
jōyāṁ grahōnē, pahōṁcyā grahōnī pāra, utaryā samudranā pēṭālamāṁ
bōlē kaṁīka, karē kaṁīka, karē jīvanamāṁ ē kaṁīka bījuṁ ēvā
chē mānava mana ēvuṁ, chē ūṁḍāṇa ēnu ēvuṁ ūṁḍuṁ, nā ē tō mapāya
dharē ākāra ē nitanavā, ōlakhavuṁ muśkēla banī jāya
rahē ūṁḍāṇa ēnuṁ badalātuṁnē badalātuṁ, kēma karīnē mapāya
lāgē jyāṁ, tāga malyō ēnō, tyāṁ kyāṁnē kayāṁ ē ghasaḍī jāya
sarakhāpaṇānī sarakhāmaṇīmāṁ paṇa ūṇapa ēmāṁ dēkhāya jāya
nīkalē nā māpa jēma buddhinuṁ, mānavīnā mananuṁ māpa kāḍhī nā śakāya
bhalabhalā khāī gayā gōthāṁ, gayā māpavā khuda ēmāṁ tō mapāī jāya
dariyā nē mananā ūṁḍāṇa nā mapāya, māpa ēmāṁ khōṭā paḍī jāya –
|