Hymn No. 6465 | Date: 16-Nov-1996
મન તારું તો જગમાં શાને લોભાયું, મન તારું તો એમાં શાને લોભાણું
mana tāruṁ tō jagamāṁ śānē lōbhāyuṁ, mana tāruṁ tō ēmāṁ śānē lōbhāṇuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1996-11-16
1996-11-16
1996-11-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12454
મન તારું તો જગમાં શાને લોભાયું, મન તારું તો એમાં શાને લોભાણું
મન તારું તો જગમાં શાને લોભાયું, મન તારું તો એમાં શાને લોભાણું
કર નજર આજુબાજુ તો તારી, નથી કાંઈ એ બધું જગમાં કાયમ તો રહેવાનું
મનમાં તો છે શક્તિ, કરજે સમજીને એની ભક્તિ, પડશે તારું તો ઠેકાણું
સ્થાપે છે વર્ચસ્વ બધે, મન તું તો તારું, નથી મન તારું તોયે કોઈ ઠેકાણું
રમતું રહ્યું છે મન તું તો માયામાં, વર્તન તારું એમાં તો બદલાયું
જ્યાં ખેંચાઈ ગયું છે તું તો માયામાં, તારાપણું ગયું એમાં તો ત્યાં વીસરાણું
રહે ના સ્થિર તું તો ક્યાંય, ફરે તું તો જ્યાં ને ત્યાં, મળતું નથી ફરવાનું તને મહેનતાણું
શાંત રહે ના તું, શાંત રહેવા ના દે તું, ક્યાં સુધી તારું આ તો ચાલવાનું
પડી નથી તને તો કાંઈ મારી, થાશે શું તારું, મારી સાથે છે જ્યાં તું સંકળાયેલું
રહે છે જ્યાં તું, જાય તું બધે, થાય છે દિલમાં ચિંતા, પડશે તારી સાથે ક્યાં જવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana tāruṁ tō jagamāṁ śānē lōbhāyuṁ, mana tāruṁ tō ēmāṁ śānē lōbhāṇuṁ
kara najara ājubāju tō tārī, nathī kāṁī ē badhuṁ jagamāṁ kāyama tō rahēvānuṁ
manamāṁ tō chē śakti, karajē samajīnē ēnī bhakti, paḍaśē tāruṁ tō ṭhēkāṇuṁ
sthāpē chē varcasva badhē, mana tuṁ tō tāruṁ, nathī mana tāruṁ tōyē kōī ṭhēkāṇuṁ
ramatuṁ rahyuṁ chē mana tuṁ tō māyāmāṁ, vartana tāruṁ ēmāṁ tō badalāyuṁ
jyāṁ khēṁcāī gayuṁ chē tuṁ tō māyāmāṁ, tārāpaṇuṁ gayuṁ ēmāṁ tō tyāṁ vīsarāṇuṁ
rahē nā sthira tuṁ tō kyāṁya, pharē tuṁ tō jyāṁ nē tyāṁ, malatuṁ nathī pharavānuṁ tanē mahēnatāṇuṁ
śāṁta rahē nā tuṁ, śāṁta rahēvā nā dē tuṁ, kyāṁ sudhī tāruṁ ā tō cālavānuṁ
paḍī nathī tanē tō kāṁī mārī, thāśē śuṁ tāruṁ, mārī sāthē chē jyāṁ tuṁ saṁkalāyēluṁ
rahē chē jyāṁ tuṁ, jāya tuṁ badhē, thāya chē dilamāṁ ciṁtā, paḍaśē tārī sāthē kyāṁ javānuṁ
|