|
View Original |
|
જોતાં-જોતાં રે તારી વાટલડી રે માડી (2)
ગઈ છે થાકી રે મારી આંખલડી
તોફાને તો હાલકડોલક થાય રે માડી
હાલકડોલક થાય રે મારી નાવલડી
ઊંચે-ઊંચે ઊછળી ખાયે પછડાટ રે માડી
સંસાર સાગરે તો મારી નાવલડી
ચારેકોર છે પાણી, વચ્ચે છે નાવ રે માડી
સૂઝે ના દિશા તો ક્યાંય જવાની
ટમકે છે તારલિયા ઘણા આકાશે રે માડી
કાજળઘેરી છે તો માડી રાતલડી
ઉપર તો આભ છે ને નીચે છે પાણી રે માડી
સમજાય ના ડૂબશે ક્યારે નાવલડી
સુકાન લઈ હાથમાં તારા, કિનારે લગાવ રે માડી
કિનારે લગાવજે રે આજ નાવલડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)