1988-12-26
1988-12-26
1988-12-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13107
એક વિચિત્ર માનવી, જીવનમાં જો મળે, ભેજાનું દહીં એ તો કરે
એક વિચિત્ર માનવી, જીવનમાં જો મળે, ભેજાનું દહીં એ તો કરે
છે કંઈક એવા આ તારા જગમાં રે માડી, તારું શું થતું હશે
એક આશા જાગે જ્યાં મનમાં, દોડાદોડી એ તો ખૂબ કરાવે
પૂરવા જગની અનેક આશાઓ રે માડી, દોડાદોડી તું કેટલી કરે
કાઢવા ખબર જગમાં, કરતા દોડાદોડી અમે થાકી જઈએ
જગ આખાની ખબર રાખવા, માડી તું કેટલી થાકતી હશે
ચશ્મા કે બીજા યંત્રોથી, જગ સારાને ના નીરખી શકીએ
જગ સારાને તું જ્યાં જુએ, માડી, તારા એ યંત્રો કેવા હશે
જગની દેખાતી તેજ ગતિ પણ, માડી તને તો ના પહોંચે
તારું એ વાહન કે યંત્ર રે માડી, કેવું શક્તિશાળી હશે
જગની સુંદરમાં સુંદર કૃતિ જોઈને, માડી મનડું તો ઠરે
તારા રૂપની સુંદરતાની તો કલ્પના ના થઈ શકે
જગ પર તો માડી, સદા તું તો ઉપકાર કરતી રહે
તારી અકારણ ઉદારતાની તો કલ્પના ના થઈ શકે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka vicitra mānavī, jīvanamāṁ jō malē, bhējānuṁ dahīṁ ē tō karē
chē kaṁīka ēvā ā tārā jagamāṁ rē māḍī, tāruṁ śuṁ thatuṁ haśē
ēka āśā jāgē jyāṁ manamāṁ, dōḍādōḍī ē tō khūba karāvē
pūravā jaganī anēka āśāō rē māḍī, dōḍādōḍī tuṁ kēṭalī karē
kāḍhavā khabara jagamāṁ, karatā dōḍādōḍī amē thākī jaīē
jaga ākhānī khabara rākhavā, māḍī tuṁ kēṭalī thākatī haśē
caśmā kē bījā yaṁtrōthī, jaga sārānē nā nīrakhī śakīē
jaga sārānē tuṁ jyāṁ juē, māḍī, tārā ē yaṁtrō kēvā haśē
jaganī dēkhātī tēja gati paṇa, māḍī tanē tō nā pahōṁcē
tāruṁ ē vāhana kē yaṁtra rē māḍī, kēvuṁ śaktiśālī haśē
jaganī suṁdaramāṁ suṁdara kr̥ti jōīnē, māḍī manaḍuṁ tō ṭharē
tārā rūpanī suṁdaratānī tō kalpanā nā thaī śakē
jaga para tō māḍī, sadā tuṁ tō upakāra karatī rahē
tārī akāraṇa udāratānī tō kalpanā nā thaī śakē
|