1989-01-21
1989-01-21
1989-01-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13153
નથી જોવું આયનામાં રે માડી, હવે તો મુખડું મારું
નથી જોવું આયનામાં રે માડી, હવે તો મુખડું મારું
દેખાયું છે તારા નયનોમાં તો જ્યાં મુખડું રે મારું
કરવી શું ફરિયાદ જીવનની મુસીબતોની પાસે તારી
આવી જગમાં, નથી સુધાર્યું જીવન તો મેં મારું
રહ્યો માયાએ તો જગમાં ભમતો, દીધો માયાએ તો ફટકો
કર્યો બેહાલ તો મને, હવે તો તુજ ચરણે શીશ નમાવું
અભિમાને તો કૂદી કૂદી, જગમાં તો ખૂબ રે ફર્યો
કરી અભિમાનને તો ચૂર, મને ઠેકાણે તો તેં આણ્યો
દોડયો તો સુખ કાજે, ભેટયો દુઃખને, દોડતો તોય રહ્યો
ના જીરવાયું તો જ્યારે, ચરણમાં તારા તો આવી રે ગયો
કરી કૃપા હવે તો માડી, દેજે બુદ્ધિ મારી તો સુધારી
બનાવી લાયક તો મને, દેખાડજે આયનામાં મુખ તો મારું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī jōvuṁ āyanāmāṁ rē māḍī, havē tō mukhaḍuṁ māruṁ
dēkhāyuṁ chē tārā nayanōmāṁ tō jyāṁ mukhaḍuṁ rē māruṁ
karavī śuṁ phariyāda jīvananī musībatōnī pāsē tārī
āvī jagamāṁ, nathī sudhāryuṁ jīvana tō mēṁ māruṁ
rahyō māyāē tō jagamāṁ bhamatō, dīdhō māyāē tō phaṭakō
karyō bēhāla tō manē, havē tō tuja caraṇē śīśa namāvuṁ
abhimānē tō kūdī kūdī, jagamāṁ tō khūba rē pharyō
karī abhimānanē tō cūra, manē ṭhēkāṇē tō tēṁ āṇyō
dōḍayō tō sukha kājē, bhēṭayō duḥkhanē, dōḍatō tōya rahyō
nā jīravāyuṁ tō jyārē, caraṇamāṁ tārā tō āvī rē gayō
karī kr̥pā havē tō māḍī, dējē buddhi mārī tō sudhārī
banāvī lāyaka tō manē, dēkhāḍajē āyanāmāṁ mukha tō māruṁ
|
|