|
View Original |
|
હેતે હેતે તો હૈયું મારું ત્યાં ખૂબ હરખે છે
આવતા હૈયે રે માડી, તારા ઉપકારોની યાદ રે - હેતે હેતે...
ભુલાઈ જ્યાં તારી રે માયા, આવી ત્યાં તારી યાદ રે - હેતે હેતે...
જ્યારે જ્યારે ગૂંજે રે માડી, કાનમાં તારો સાદ રે - હેતે હેતે...
ઊંડા અંતરે સંભળાઈ જાય, જ્યાં તારો નાદ રે - હેતે હેતે...
રૂઠી રે નીંદર, પડ્યો જ્યાં અંતરમાં તારો સાદ રે - હેતે હેતે...
છોડયા બુદ્ધિએ તો ત્યાં બધા એના વાદ રે - હેતે હેતે...
સમજાવા લાગ્યા રે માડી, જ્યાં કુદરતના સંવાદ રે - હેતે હેતે...
વરસ્યા માડી જ્યાં તારી કૃપના તો વરસાદ રે - હેતે હેતે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)