1995-07-05
1995-07-05
1995-07-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1339
નથી મારી પાસે રે કાંઈ એવું, તને તો જે હું દઈ શકું

કરું છું વિચાર તો સદા, તને તો હું શું દઉં, દઉં, દઉં
દઈશ તને જે જે, કરજે પ્રેમથી સ્વીકાર એનો, જે તને હું દઉં
કરવો નથી વિચાર મારે, છે પાસે મારી કેવું, દઈશ પૂરા ભાવથી હું
હોય ભલે જગને મન એ નકામુ, દઈશ પૂરા પ્રેમથી એને તો હું
નથી કાંઈ આપણું જુદું, ભાવથી ગણ્યું મારું તને એ હું તો દઉંને દઉં
હોય ભલે ખરાબ કે હોય ભલે સારું, દઉં પ્રેમથી ગણી લેજે એને તારું
મારું મારું મિટાવીને છે આપવું બધું, ગણ્યું હોય ભલે સ્વાર્થથી મારું
દીધું છે તેં મને, આપેલું છે બધું તારું, આપવું છે હોય તને જે પ્યારું
માંગતોને માંગતો રહ્યો છું તારી પાસે, જુદાઈની નિશાની ચરણે ધરું
અસ્તિત્વની એ પળ કરી છે ઊભી, એ પળ સોંપી દેવા તને ચાહું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī mārī pāsē rē kāṁī ēvuṁ, tanē tō jē huṁ daī śakuṁ
karuṁ chuṁ vicāra tō sadā, tanē tō huṁ śuṁ dauṁ, dauṁ, dauṁ
daīśa tanē jē jē, karajē prēmathī svīkāra ēnō, jē tanē huṁ dauṁ
karavō nathī vicāra mārē, chē pāsē mārī kēvuṁ, daīśa pūrā bhāvathī huṁ
hōya bhalē jaganē mana ē nakāmu, daīśa pūrā prēmathī ēnē tō huṁ
nathī kāṁī āpaṇuṁ juduṁ, bhāvathī gaṇyuṁ māruṁ tanē ē huṁ tō dauṁnē dauṁ
hōya bhalē kharāba kē hōya bhalē sāruṁ, dauṁ prēmathī gaṇī lējē ēnē tāruṁ
māruṁ māruṁ miṭāvīnē chē āpavuṁ badhuṁ, gaṇyuṁ hōya bhalē svārthathī māruṁ
dīdhuṁ chē tēṁ manē, āpēluṁ chē badhuṁ tāruṁ, āpavuṁ chē hōya tanē jē pyāruṁ
māṁgatōnē māṁgatō rahyō chuṁ tārī pāsē, judāīnī niśānī caraṇē dharuṁ
astitvanī ē pala karī chē ūbhī, ē pala sōṁpī dēvā tanē cāhuṁ
|