1989-08-23
1989-08-23
1989-08-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13450
સત્યને તું સાથ દે, અસત્યથી તું દૂર રહે
સત્યને તું સાથ દે, અસત્યથી તું દૂર રહે
તું ધર્મ એને જાણજે, તું ધર્મ એને માનજે
દુઃખિયાનું દુઃખ દૂર કર, પીડિતોની પીડા તું હર - તું ધર્મ...
મનથી અન્યને તું માન દે, અપમાન ના તું કોઈનું કર - તું ધર્મ...
બને તો તું પ્યાર દે, ના વેર તું કોઈથી કર - તું ધર્મ...
છે વાસ પ્રભુનો તુજમાં ને અન્યમાં, સદા એ યાદ કર - તું ધર્મ...
દઈ શકે તો અન્યને તું દે, ના અન્યનું તું ઝૂંટવી લે - તું ધર્મ...
લૂંછી શકે તો લૂંછજે આંસુ અન્યના, ના અન્યને આંસુ પડાવજે - તું ધર્મ...
કર્મ તો જીવનનો મર્મ છે, સત્કર્મને ધર્મ તું જાણજે - તું ધર્મ...
સદ્દવિચાર સદા તું કરજે, આચરણ તું સદા એનું કરજે - તું ધર્મ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
satyanē tuṁ sātha dē, asatyathī tuṁ dūra rahē
tuṁ dharma ēnē jāṇajē, tuṁ dharma ēnē mānajē
duḥkhiyānuṁ duḥkha dūra kara, pīḍitōnī pīḍā tuṁ hara - tuṁ dharma...
manathī anyanē tuṁ māna dē, apamāna nā tuṁ kōīnuṁ kara - tuṁ dharma...
banē tō tuṁ pyāra dē, nā vēra tuṁ kōīthī kara - tuṁ dharma...
chē vāsa prabhunō tujamāṁ nē anyamāṁ, sadā ē yāda kara - tuṁ dharma...
daī śakē tō anyanē tuṁ dē, nā anyanuṁ tuṁ jhūṁṭavī lē - tuṁ dharma...
lūṁchī śakē tō lūṁchajē āṁsu anyanā, nā anyanē āṁsu paḍāvajē - tuṁ dharma...
karma tō jīvananō marma chē, satkarmanē dharma tuṁ jāṇajē - tuṁ dharma...
saddavicāra sadā tuṁ karajē, ācaraṇa tuṁ sadā ēnuṁ karajē - tuṁ dharma...
|
|