1990-06-09
1990-06-09
1990-06-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13562
આવ્યા રે અંતરાયો, જીવનમાં જે-જે, વટાવતો એને હું તો ગયો
આવ્યા રે અંતરાયો, જીવનમાં જે-જે, વટાવતો એને હું તો ગયો
મારગ મારો (2) મોકળો થાતો ગયો
મળ્યા તો કંઈક ખાડા ને ટેકરા, તારવતો એને, હું તો ગયો - મારગ...
વિણ્યા કંઈક કાંટા ને કાંકરા, સાફ મારગ તો કરતો રહ્યો - મારગ...
મળી કંઈક સાંકડી ને અજાણી કેડીઓ, માહિતી એ તો મેળવતો રહ્યો - મારગ...
મળ્યા, ના મળ્યા સાથી સંગાથી, ચાલતો ને ચાલતો હું તો રહ્યો - મારગ...
વાટ અંધારી ને અજાણી, હિંમતે ને વિશ્વાસે ચાલતો રહ્યો - મારગ...
મળ્યું વનરાઈમાંથી કદી નીતરતું કિરણ, કદી ચંદ્રપ્રકાશ મળતો રહ્યો - મારગ...
વાટે વાટે ચાલતો હું તો ગયો, પ્રકાશ સદા હું તો ઝંખતો રહ્યો - મારગ...
મળ્યા કંઈક હિંસક પ્રાણીઓ, સામનો એનો તો કરતો ગયો - મારગ ..
ચાલતો ને ચાલતો, ચાલતો રહ્યો, મારગ તો ના બદલ્યો - મારગ...
અટક્યો ના વચ્ચે, વળ્યો ના બીજે, સ્થાને મારા હું પહોંચી ગયો - મારગ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyā rē aṁtarāyō, jīvanamāṁ jē-jē, vaṭāvatō ēnē huṁ tō gayō
māraga mārō (2) mōkalō thātō gayō
malyā tō kaṁīka khāḍā nē ṭēkarā, tāravatō ēnē, huṁ tō gayō - māraga...
viṇyā kaṁīka kāṁṭā nē kāṁkarā, sāpha māraga tō karatō rahyō - māraga...
malī kaṁīka sāṁkaḍī nē ajāṇī kēḍīō, māhitī ē tō mēlavatō rahyō - māraga...
malyā, nā malyā sāthī saṁgāthī, cālatō nē cālatō huṁ tō rahyō - māraga...
vāṭa aṁdhārī nē ajāṇī, hiṁmatē nē viśvāsē cālatō rahyō - māraga...
malyuṁ vanarāīmāṁthī kadī nītaratuṁ kiraṇa, kadī caṁdraprakāśa malatō rahyō - māraga...
vāṭē vāṭē cālatō huṁ tō gayō, prakāśa sadā huṁ tō jhaṁkhatō rahyō - māraga...
malyā kaṁīka hiṁsaka prāṇīō, sāmanō ēnō tō karatō gayō - māraga ..
cālatō nē cālatō, cālatō rahyō, māraga tō nā badalyō - māraga...
aṭakyō nā vaccē, valyō nā bījē, sthānē mārā huṁ pahōṁcī gayō - māraga...
|