Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2671 | Date: 25-Jul-1990
અરે ઓ વિઘ્નહર્તા રે પ્રભુ, આજે વિઘ્નકર્તા કેમ બનવું પડ્યું
Arē ō vighnahartā rē prabhu, ājē vighnakartā kēma banavuṁ paḍyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2671 | Date: 25-Jul-1990

અરે ઓ વિઘ્નહર્તા રે પ્રભુ, આજે વિઘ્નકર્તા કેમ બનવું પડ્યું

  No Audio

arē ō vighnahartā rē prabhu, ājē vighnakartā kēma banavuṁ paḍyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-07-25 1990-07-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13660 અરે ઓ વિઘ્નહર્તા રે પ્રભુ, આજે વિઘ્નકર્તા કેમ બનવું પડ્યું અરે ઓ વિઘ્નહર્તા રે પ્રભુ, આજે વિઘ્નકર્તા કેમ બનવું પડ્યું

દોષ ભૂલ્યો હતો હું તો મારો, દંડ એનો દેવાનું મન તને શું થઈ ગયું

સાથ અને સાથીદાર રહ્યો તું તો સદા, ન્યાયાધીશ આજે કેમ બનવું પડ્યું

તારા ઇશારે શું હું ના નાચ્યો, સ્વપ્ન આશાનું મારું, માટે તેં તોડયું

લાગ્યું તને શું હું લૂંટી લઈશ, વિઘ્ન નાંખવું એથી તને શું સૂઝ્યું

મૂક્યો વિશ્વાસ જ્યાં તુજમાં, જાગી એમાં શું શંકા, કરવી કસોટી તને ગમ્યું

થઈ ના શકે ફરિયાદ તો તારી, તેથી આવું તો તેં કર્યું

તારી શક્તિથી જગમાં હું રહ્યો કૂદતો, શું તારી શક્તિનું અપમાન મેં કર્યું
View Original Increase Font Decrease Font

અરે ઓ વિઘ્નહર્તા રે પ્રભુ, આજે વિઘ્નકર્તા કેમ બનવું પડ્યું

દોષ ભૂલ્યો હતો હું તો મારો, દંડ એનો દેવાનું મન તને શું થઈ ગયું

સાથ અને સાથીદાર રહ્યો તું તો સદા, ન્યાયાધીશ આજે કેમ બનવું પડ્યું

તારા ઇશારે શું હું ના નાચ્યો, સ્વપ્ન આશાનું મારું, માટે તેં તોડયું

લાગ્યું તને શું હું લૂંટી લઈશ, વિઘ્ન નાંખવું એથી તને શું સૂઝ્યું

મૂક્યો વિશ્વાસ જ્યાં તુજમાં, જાગી એમાં શું શંકા, કરવી કસોટી તને ગમ્યું

થઈ ના શકે ફરિયાદ તો તારી, તેથી આવું તો તેં કર્યું

તારી શક્તિથી જગમાં હું રહ્યો કૂદતો, શું તારી શક્તિનું અપમાન મેં કર્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

arē ō vighnahartā rē prabhu, ājē vighnakartā kēma banavuṁ paḍyuṁ

dōṣa bhūlyō hatō huṁ tō mārō, daṁḍa ēnō dēvānuṁ mana tanē śuṁ thaī gayuṁ

sātha anē sāthīdāra rahyō tuṁ tō sadā, nyāyādhīśa ājē kēma banavuṁ paḍyuṁ

tārā iśārē śuṁ huṁ nā nācyō, svapna āśānuṁ māruṁ, māṭē tēṁ tōḍayuṁ

lāgyuṁ tanē śuṁ huṁ lūṁṭī laīśa, vighna nāṁkhavuṁ ēthī tanē śuṁ sūjhyuṁ

mūkyō viśvāsa jyāṁ tujamāṁ, jāgī ēmāṁ śuṁ śaṁkā, karavī kasōṭī tanē gamyuṁ

thaī nā śakē phariyāda tō tārī, tēthī āvuṁ tō tēṁ karyuṁ

tārī śaktithī jagamāṁ huṁ rahyō kūdatō, śuṁ tārī śaktinuṁ apamāna mēṁ karyuṁ
Scan Image

Gujarati Bhajan no. 2671 by Satguru Devendra Ghia - Kaka
First...267126722673...Last