1990-11-30
1990-11-30
1990-11-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13892
થોડું ભી મૌન તારું તો પ્રભુ, અમને તો અકળાવી દે છે

તોડી દે હવે મૌન તો તારું રે પ્રભુ, વિનંતી આ તો અમારી છે
થોડી ભી નિષ્ક્રિયતા તો તારી રે પ્રભુ, અમને રવડાવી દેવા સમર્થ છે
રહેજે સજાગ તું, ગતિમાં તો તારી રે પ્રભુ, વિનંતી આ તો અમારી છે
છીએ સંતાન અમે તો તારા રે પ્રભુ, જગમાં સર્વ શક્તિ તો તમારી છે
રહીએ સદા સત્કર્મોમાં સંલગ્ન, દે શક્તિ તારી, વિનંતી આ તો અમારી છે
છોડાવી દે અહં અમારું, ભુલાવી દે માયા તારી, તારી માયા શક્તિશાળી છે
દયા સાગર પ્રભુ, કરજે દયા તું એવી, વિનંતી આ તો અમારી છે
વહેતાં વાયુમાં વહેતી સુગંધ, સુગંધ એ તો જગમાં તમારી છે
રહે પ્રફુલ્લિત તન, મન અમારું એમાં, વિનંતી આ તો અમારી છે
સારી માઠી યાદો દીધી છે તો તને, પ્રસાદી જગમાં એ તો તમારી છે
યાદ અપાવે, એમાં યાદ તો તમારી, વિનંતિ આ તો અમારી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thōḍuṁ bhī mauna tāruṁ tō prabhu, amanē tō akalāvī dē chē
tōḍī dē havē mauna tō tāruṁ rē prabhu, vinaṁtī ā tō amārī chē
thōḍī bhī niṣkriyatā tō tārī rē prabhu, amanē ravaḍāvī dēvā samartha chē
rahējē sajāga tuṁ, gatimāṁ tō tārī rē prabhu, vinaṁtī ā tō amārī chē
chīē saṁtāna amē tō tārā rē prabhu, jagamāṁ sarva śakti tō tamārī chē
rahīē sadā satkarmōmāṁ saṁlagna, dē śakti tārī, vinaṁtī ā tō amārī chē
chōḍāvī dē ahaṁ amāruṁ, bhulāvī dē māyā tārī, tārī māyā śaktiśālī chē
dayā sāgara prabhu, karajē dayā tuṁ ēvī, vinaṁtī ā tō amārī chē
vahētāṁ vāyumāṁ vahētī sugaṁdha, sugaṁdha ē tō jagamāṁ tamārī chē
rahē praphullita tana, mana amāruṁ ēmāṁ, vinaṁtī ā tō amārī chē
sārī māṭhī yādō dīdhī chē tō tanē, prasādī jagamāṁ ē tō tamārī chē
yāda apāvē, ēmāṁ yāda tō tamārī, vinaṁti ā tō amārī chē
|