Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2996 | Date: 17-Jan-1991
છે સુખની ચાવી સહુની પાસે, કરે ના કોશિશ માનવ એને શોધવાની
Chē sukhanī cāvī sahunī pāsē, karē nā kōśiśa mānava ēnē śōdhavānī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2996 | Date: 17-Jan-1991

છે સુખની ચાવી સહુની પાસે, કરે ના કોશિશ માનવ એને શોધવાની

  No Audio

chē sukhanī cāvī sahunī pāsē, karē nā kōśiśa mānava ēnē śōdhavānī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-01-17 1991-01-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13984 છે સુખની ચાવી સહુની પાસે, કરે ના કોશિશ માનવ એને શોધવાની છે સુખની ચાવી સહુની પાસે, કરે ના કોશિશ માનવ એને શોધવાની

રાહ જુએ એ તો અન્યની, ઉઠાવે તકલીફ એને તો શોધી આપવાની

છે સુખની ચાવી, છે સહુની પાસે, છે હાલત તોય દીવા નીચે અંધારાની

અન્યથી જે સુખ હાલી ઊઠે, રાખીશ આશા એમાં ક્યાંથી સ્થિરતાની

જે સુખનો આધાર રહે અન્યની ઇચ્છા પર, પડશે રાહ એમાં તો જોવાની

વંચિત રાખ્યા ના વિભુએ કોઈને, મૂકી છે સહુમાં એની તો ચાવી

રાહ જોઈશ તું ક્યાં સુધી, કર કોશિશ એને તો તું ગોતવાની

વ્યક્તિએ વ્યક્તિએ છે વ્યાખ્યા જુદી, મતિ એમાં તારી તો મૂંઝાવાની

જોઈએ છે જે સુખ તો તારે, કર કોશિશ એના માટે તો ગોતવાની

હોય રાહ જગમાં જુદી સહુની, કરજે ના ભૂલ તું, બધી અપનાવવાની

જે રાહ પર ચાલતા મળે સુખ તને, છે રાહ એ તારા માટે તો પોતાની

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē sukhanī cāvī sahunī pāsē, karē nā kōśiśa mānava ēnē śōdhavānī

rāha juē ē tō anyanī, uṭhāvē takalīpha ēnē tō śōdhī āpavānī

chē sukhanī cāvī, chē sahunī pāsē, chē hālata tōya dīvā nīcē aṁdhārānī

anyathī jē sukha hālī ūṭhē, rākhīśa āśā ēmāṁ kyāṁthī sthiratānī

jē sukhanō ādhāra rahē anyanī icchā para, paḍaśē rāha ēmāṁ tō jōvānī

vaṁcita rākhyā nā vibhuē kōīnē, mūkī chē sahumāṁ ēnī tō cāvī

rāha jōīśa tuṁ kyāṁ sudhī, kara kōśiśa ēnē tō tuṁ gōtavānī

vyaktiē vyaktiē chē vyākhyā judī, mati ēmāṁ tārī tō mūṁjhāvānī

jōīē chē jē sukha tō tārē, kara kōśiśa ēnā māṭē tō gōtavānī

hōya rāha jagamāṁ judī sahunī, karajē nā bhūla tuṁ, badhī apanāvavānī

jē rāha para cālatā malē sukha tanē, chē rāha ē tārā māṭē tō pōtānī

vaṁcita rākhyā nā vibhuē kōīnē, mūkī chē sahumāṁ ēnī tō cāvī
Scan Image

Gujarati Bhajan no. 2996 by Satguru Devendra Ghia - Kaka
First...299529962997...Last