1991-01-25
1991-01-25
1991-01-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14002
લાખ કોશિશે તો, ધરતીને આકાશ તો ભેગા ના થઈ શકે
લાખ કોશિશે તો, ધરતીને આકાશ તો ભેગા ના થઈ શકે
લાગે જ્યાં થાતાં રે ભેગાં, આભાસ વિના ના બીજું હોઈ શકે
છે પ્રકૃતિના અસ્તિત્વ તો જુદાં, ના જ્યાં એ તો છોડી શકે
યત્નો કરતા તો થાકી જાશો, ના તેલ ને પાણી ભેગાં થઈ શકે
તર્ક ને ભક્તિને તો બન્યું નથી, ના એક સાથે તો એ રહી શકે
જ્યાં એક જાગે ત્યાં બીજું ભાગે, ના એક સાથે તો એ વસી શકે
દેવ ને અસુરો રહ્યા સંગ્રામ કરતા, ના સાથે એ તો રહી શકે
કર્યું મંથન ભલે સાથે રહીને, બંને એક છેડા સાથે પકડી શકે
ના પ્રકાશ ને અંધકાર, ભેગા તો સાથે ને સાથે રહી શકે
જ્યાં એક છે ત્યાં બીજું નથી, અનુભવ સહુનો એ તો કહી દેશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lākha kōśiśē tō, dharatīnē ākāśa tō bhēgā nā thaī śakē
lāgē jyāṁ thātāṁ rē bhēgāṁ, ābhāsa vinā nā bījuṁ hōī śakē
chē prakr̥tinā astitva tō judāṁ, nā jyāṁ ē tō chōḍī śakē
yatnō karatā tō thākī jāśō, nā tēla nē pāṇī bhēgāṁ thaī śakē
tarka nē bhaktinē tō banyuṁ nathī, nā ēka sāthē tō ē rahī śakē
jyāṁ ēka jāgē tyāṁ bījuṁ bhāgē, nā ēka sāthē tō ē vasī śakē
dēva nē asurō rahyā saṁgrāma karatā, nā sāthē ē tō rahī śakē
karyuṁ maṁthana bhalē sāthē rahīnē, baṁnē ēka chēḍā sāthē pakaḍī śakē
nā prakāśa nē aṁdhakāra, bhēgā tō sāthē nē sāthē rahī śakē
jyāṁ ēka chē tyāṁ bījuṁ nathī, anubhava sahunō ē tō kahī dēśē
|
|