Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3056 | Date: 18-Feb-1991
કદી તને તારા શબ્દો તો નડયા, કદી તને આચરણો તારાં તો નડયાં
Kadī tanē tārā śabdō tō naḍayā, kadī tanē ācaraṇō tārāṁ tō naḍayāṁ

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 3056 | Date: 18-Feb-1991

કદી તને તારા શબ્દો તો નડયા, કદી તને આચરણો તારાં તો નડયાં

  No Audio

kadī tanē tārā śabdō tō naḍayā, kadī tanē ācaraṇō tārāṁ tō naḍayāṁ

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1991-02-18 1991-02-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14045 કદી તને તારા શબ્દો તો નડયા, કદી તને આચરણો તારાં તો નડયાં કદી તને તારા શબ્દો તો નડયા, કદી તને આચરણો તારાં તો નડયાં

તારા ને તારા અહં તો, તને સદા તો નડતા રહ્યા

વાતે વાતે તારા `હું' ને તું વચ્ચે લાવ્યો, ના એ તું કાઢી શક્યો - તારા...

જોડી ઇચ્છાઓમાં અહંને તારા, ભમતો ને ભમતો એમાં તો રહ્યો - તારા...

શાંતિની સાધનામાં ભી, તારા અહંને તો સદા તું જોડતો રહ્યો - તારા...

ડૂબી અહંમાં એટલો, કરતા અપમાન અન્યનું, ના તું અચકાયો - તારા...

સજી સુંદર સાજ તો વૃત્તિનો, લોભને સદા તો તું પોષતો રહ્યો - તારા...

બતાવી ભૂલો તો તારી જ્યાં અન્યએૅ, ઊછળી અહંમાં તું વર્તી રહ્યો - તારા...

કદી પોષવા અહંને તારા, સજવા ભક્તિના સ્વાંગ, તું ના ચૂક્યો - તારા...

ડૂબ્યો અહંમાં તો એટલો, ગુનેગાર પ્રભુને તો તું સમજતો રહ્યો - તારા...

અહંમાં ને અહંમાં તો રાચી, સમજણ સાચી જીવનમાં ખોતો રહ્યો - તારા...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kadī tanē tārā śabdō tō naḍayā, kadī tanē ācaraṇō tārāṁ tō naḍayāṁ

tārā nē tārā ahaṁ tō, tanē sadā tō naḍatā rahyā

vātē vātē tārā `huṁ' nē tuṁ vaccē lāvyō, nā ē tuṁ kāḍhī śakyō - tārā...

jōḍī icchāōmāṁ ahaṁnē tārā, bhamatō nē bhamatō ēmāṁ tō rahyō - tārā...

śāṁtinī sādhanāmāṁ bhī, tārā ahaṁnē tō sadā tuṁ jōḍatō rahyō - tārā...

ḍūbī ahaṁmāṁ ēṭalō, karatā apamāna anyanuṁ, nā tuṁ acakāyō - tārā...

sajī suṁdara sāja tō vr̥ttinō, lōbhanē sadā tō tuṁ pōṣatō rahyō - tārā...

batāvī bhūlō tō tārī jyāṁ anyaēૅ, ūchalī ahaṁmāṁ tuṁ vartī rahyō - tārā...

kadī pōṣavā ahaṁnē tārā, sajavā bhaktinā svāṁga, tuṁ nā cūkyō - tārā...

ḍūbyō ahaṁmāṁ tō ēṭalō, gunēgāra prabhunē tō tuṁ samajatō rahyō - tārā...

ahaṁmāṁ nē ahaṁmāṁ tō rācī, samajaṇa sācī jīvanamāṁ khōtō rahyō - tārā...
Scan Image

Gujarati Bhajan no. 3056 by Satguru Devendra Ghia - Kaka
First...305530563057...Last