1991-04-06
1991-04-06
1991-04-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14121
મુક્ત કંઠે મુક્ત મને, કર ગુણગાન તું પ્રભુના ગુણોની
મુક્ત કંઠે મુક્ત મને, કર ગુણગાન તું પ્રભુના ગુણોની
જોજે ના સરકી જાય, મહામૂલી પળો તારા તો જીવનની
રહ્યો છે માયામાં ડૂબતો ને ડૂબતો, કાઢ મસ્તક એમાંથી
વીત્યા કંઈક જનમો, જરૂર નથી હવે વધુ વીતાવવાની
છે હાથમાં બાજી તારી, મળ્યો માનવ જન્મારો સફળ કરવાની
છે મન તો તારું, રાખ હાથમાં તારા, કર કોશિશો કાબૂમાં રાખવાની
હશે ભલે આ વાત બીજાની, પણ છે વાત ભી તો તારી
છે હજી મોકો હાથમાં તારા, બાજી તારી તારે હાથે સુધારવાની
પૂછવું છે કોને, જ્યાં પામવું છે તારે, રાખ મન મક્કમની તૈયારી
છે જ્યાં ઇચ્છા તારા અંતરમાં, પ્રભુને તો તારે પામવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mukta kaṁṭhē mukta manē, kara guṇagāna tuṁ prabhunā guṇōnī
jōjē nā sarakī jāya, mahāmūlī palō tārā tō jīvananī
rahyō chē māyāmāṁ ḍūbatō nē ḍūbatō, kāḍha mastaka ēmāṁthī
vītyā kaṁīka janamō, jarūra nathī havē vadhu vītāvavānī
chē hāthamāṁ bājī tārī, malyō mānava janmārō saphala karavānī
chē mana tō tāruṁ, rākha hāthamāṁ tārā, kara kōśiśō kābūmāṁ rākhavānī
haśē bhalē ā vāta bījānī, paṇa chē vāta bhī tō tārī
chē hajī mōkō hāthamāṁ tārā, bājī tārī tārē hāthē sudhāravānī
pūchavuṁ chē kōnē, jyāṁ pāmavuṁ chē tārē, rākha mana makkamanī taiyārī
chē jyāṁ icchā tārā aṁtaramāṁ, prabhunē tō tārē pāmavānī
|