Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3270 | Date: 05-Jul-1991
વિનંતી કરતો ને કરતો રહ્યો રે પ્રભુ ઉરે તેં એ ના ધર્યું
Vinaṁtī karatō nē karatō rahyō rē prabhu urē tēṁ ē nā dharyuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 3270 | Date: 05-Jul-1991

વિનંતી કરતો ને કરતો રહ્યો રે પ્રભુ ઉરે તેં એ ના ધર્યું

  No Audio

vinaṁtī karatō nē karatō rahyō rē prabhu urē tēṁ ē nā dharyuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1991-07-05 1991-07-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14259 વિનંતી કરતો ને કરતો રહ્યો રે પ્રભુ ઉરે તેં એ ના ધર્યું વિનંતી કરતો ને કરતો રહ્યો રે પ્રભુ ઉરે તેં એ ના ધર્યું

આખર તેં તો એ જ કર્યું, તારું ધાર્યું તો તેં કર્યું

મૂંઝાયો હતો જ્યાં જીવનમાં, ત્યારે તો પ્રભુ તને તો મેં કહ્યું - આખર...

આશા હતી ઉરે તો ઘણી, કરશે આ વેળા તો મારું તો કહ્યું - આખર...

હતો ને છે, તું એક જ તો મારો, જીવનમાં એથી તને તો કહ્યું

સમજાતું નથી હજી મને રે પ્રભુ, કરતા મારું તને તો શું નડયું - આખર...

હતી જરૂરિયાત મને એની તો ઝાઝી, તેથી તને તો મેં કહ્યું

સમજાયું ના, હતું શું મનમાં તો તારા, તેથી તો તેં આવું કર્યું - આખર...

છે ત્રણે કાળનો પટ ખુલ્લો તારી પાસે, તને તો એ સૂઝ્યું

હતો ઘેરાયેલો પરિસ્થિતિથી તો હું, તેથી તને તો મેં કહ્યું - આખર...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vinaṁtī karatō nē karatō rahyō rē prabhu urē tēṁ ē nā dharyuṁ

ākhara tēṁ tō ē ja karyuṁ, tāruṁ dhāryuṁ tō tēṁ karyuṁ

mūṁjhāyō hatō jyāṁ jīvanamāṁ, tyārē tō prabhu tanē tō mēṁ kahyuṁ - ākhara...

āśā hatī urē tō ghaṇī, karaśē ā vēlā tō māruṁ tō kahyuṁ - ākhara...

hatō nē chē, tuṁ ēka ja tō mārō, jīvanamāṁ ēthī tanē tō kahyuṁ

samajātuṁ nathī hajī manē rē prabhu, karatā māruṁ tanē tō śuṁ naḍayuṁ - ākhara...

hatī jarūriyāta manē ēnī tō jhājhī, tēthī tanē tō mēṁ kahyuṁ

samajāyuṁ nā, hatuṁ śuṁ manamāṁ tō tārā, tēthī tō tēṁ āvuṁ karyuṁ - ākhara...

chē traṇē kālanō paṭa khullō tārī pāsē, tanē tō ē sūjhyuṁ

hatō ghērāyēlō paristhitithī tō huṁ, tēthī tanē tō mēṁ kahyuṁ - ākhara...
Scan Image

Gujarati Bhajan no. 3270 by Satguru Devendra Ghia - Kaka
First...326832693270...Last