Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3415 | Date: 24-Sep-1991
છે તું મારો શંકર, તું મારી પાર્વતી છે, તું મારી સર્વેસર્વા
Chē tuṁ mārō śaṁkara, tuṁ mārī pārvatī chē, tuṁ mārī sarvēsarvā

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 3415 | Date: 24-Sep-1991

છે તું મારો શંકર, તું મારી પાર્વતી છે, તું મારી સર્વેસર્વા

  No Audio

chē tuṁ mārō śaṁkara, tuṁ mārī pārvatī chē, tuṁ mārī sarvēsarvā

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1991-09-24 1991-09-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14404 છે તું મારો શંકર, તું મારી પાર્વતી છે, તું મારી સર્વેસર્વા છે તું મારો શંકર, તું મારી પાર્વતી છે, તું મારી સર્વેસર્વા

છે જગમાં બીજું કોણ તો મારું, હે મારી સિદ્ધમાતા

કૃષ્ણ કહીશ કે રામ કહીશ, ફરક ના કાંઈ તુજમાં પડતા - છે...

તને પાર્શ્વ કહું, તને મહાવીર કહું, કે કહું તને ગણપતિ દેવા - છે...

ધર્યાં વિવિધ રૂપો, વિવિધ શસ્ત્રો, છે બધી તારી એ લીલા - છે..

પૂજું તને આકારે, નિર્ગુણ નિરાકારે, તને સર્વ કંઈ એ પ્હોંચતા - છે...

છે જુદાં જુદાં શાસ્ત્રો, છે સમજવાં તને તો, છે એ જુદા રસ્તા - છે...

છે સીમિત શક્તિ સમજવા તો, કીધા યત્નો જોજે કરે ના ઊભા મૂંઝારા - છે...

દયા ગણું હું, કૃપા ગણું હું, રહેજો સદાય મારા હૈયે તો વસતા - છે...

રહ્યો સદા જગમાં અજ્ઞાને, ભવોભવમાં તો ભટકતા - છે...

જોઈતું નથી જગમાં કાંઈ બીજું, જોજો તમે, મારી દૃષ્ટિમાંથી ના હટતા - છે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē tuṁ mārō śaṁkara, tuṁ mārī pārvatī chē, tuṁ mārī sarvēsarvā

chē jagamāṁ bījuṁ kōṇa tō māruṁ, hē mārī siddhamātā

kr̥ṣṇa kahīśa kē rāma kahīśa, pharaka nā kāṁī tujamāṁ paḍatā - chē...

tanē pārśva kahuṁ, tanē mahāvīra kahuṁ, kē kahuṁ tanē gaṇapati dēvā - chē...

dharyāṁ vividha rūpō, vividha śastrō, chē badhī tārī ē līlā - chē..

pūjuṁ tanē ākārē, nirguṇa nirākārē, tanē sarva kaṁī ē phōṁcatā - chē...

chē judāṁ judāṁ śāstrō, chē samajavāṁ tanē tō, chē ē judā rastā - chē...

chē sīmita śakti samajavā tō, kīdhā yatnō jōjē karē nā ūbhā mūṁjhārā - chē...

dayā gaṇuṁ huṁ, kr̥pā gaṇuṁ huṁ, rahējō sadāya mārā haiyē tō vasatā - chē...

rahyō sadā jagamāṁ ajñānē, bhavōbhavamāṁ tō bhaṭakatā - chē...

jōītuṁ nathī jagamāṁ kāṁī bījuṁ, jōjō tamē, mārī dr̥ṣṭimāṁthī nā haṭatā - chē...
Scan Image

Gujarati Bhajan no. 3415 by Satguru Devendra Ghia - Kaka
First...341534163417...Last