1995-09-24
1995-09-24
1995-09-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1453
ધીરજની આરાધના કરજે તું એવી, છવાવી દેજે એને રે તું હૈયાંમાં

છવાઈ જાશે જ્યાં એ તારી રગેરગમાં, જીવનમાં રંગ એનો એ તો લાવશે
હિંમતની કરજે એવી તું આરાધના, ડગલે ને પગલે વર્તાય હાજરી એની તારા જીવનમાં
વિશ્વાસની કરજે જીવનમાં એવી રે તું આરાધના, રાજી થઈ ડોલી ઊઠે પ્રભુ એમાં
પ્રેમ ભરી દેજે એવો તું તારા હૈયાંમાં, વહેતો રહે તારી નજરમાં, નહાવાનું મન થાય પ્રભુને એમાં
સરળતાની સાધના કરજે એવી તું જીવનમાં, સરળતાથી આવી વસી શકે પ્રભુ તારા સાથિયામાં
સમતાની કરજે તું એવી રે સાધના જીવનમાં, આવીને મન થઈ જાય પ્રભુને, વસવા તારા હૈયાંમાં
નિર્મળતાને વણી દેજે હૈયાંમાં, કરીને એવી સાધના, તારા સંસર્ગમાં આવતા થઈ જાય
નિર્મળ સહુના હૈયાં તારા હૈયાંમાં ખેલવાનું મન થાય પ્રભુને એમાં
રાખશે ને કરજે ખેલ દિલની જીવનમાં એવી રે સાધના, તારા હૈયાંમાં ખેલવાનું મન થાય પ્રભુને એમાં
કરજે અહિંસાની તું જીવનમાં એવી રે સાધના, હિંસા મૂકી દે હથિયાર બધા એના, તારા ચરણમાં
સત્યની કરજે એવી ઉપાસના તું જીવનમાં, હરેક વાક્યને તારા, કરવા સત્ય આવશે પ્રભુ દોડયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhīrajanī ārādhanā karajē tuṁ ēvī, chavāvī dējē ēnē rē tuṁ haiyāṁmāṁ
chavāī jāśē jyāṁ ē tārī ragēragamāṁ, jīvanamāṁ raṁga ēnō ē tō lāvaśē
hiṁmatanī karajē ēvī tuṁ ārādhanā, ḍagalē nē pagalē vartāya hājarī ēnī tārā jīvanamāṁ
viśvāsanī karajē jīvanamāṁ ēvī rē tuṁ ārādhanā, rājī thaī ḍōlī ūṭhē prabhu ēmāṁ
prēma bharī dējē ēvō tuṁ tārā haiyāṁmāṁ, vahētō rahē tārī najaramāṁ, nahāvānuṁ mana thāya prabhunē ēmāṁ
saralatānī sādhanā karajē ēvī tuṁ jīvanamāṁ, saralatāthī āvī vasī śakē prabhu tārā sāthiyāmāṁ
samatānī karajē tuṁ ēvī rē sādhanā jīvanamāṁ, āvīnē mana thaī jāya prabhunē, vasavā tārā haiyāṁmāṁ
nirmalatānē vaṇī dējē haiyāṁmāṁ, karīnē ēvī sādhanā, tārā saṁsargamāṁ āvatā thaī jāya
nirmala sahunā haiyāṁ tārā haiyāṁmāṁ khēlavānuṁ mana thāya prabhunē ēmāṁ
rākhaśē nē karajē khēla dilanī jīvanamāṁ ēvī rē sādhanā, tārā haiyāṁmāṁ khēlavānuṁ mana thāya prabhunē ēmāṁ
karajē ahiṁsānī tuṁ jīvanamāṁ ēvī rē sādhanā, hiṁsā mūkī dē hathiyāra badhā ēnā, tārā caraṇamāṁ
satyanī karajē ēvī upāsanā tuṁ jīvanamāṁ, harēka vākyanē tārā, karavā satya āvaśē prabhu dōḍayā
|