1989-12-30
1989-12-30
1989-12-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14676
ચડી છે ચીકાશ મન પર એવી, હટાવી ના શકી માડી તારા પ્રેમની ધારા

રે માડી અમે તો ના સુધર્યા, અમે તો રહ્યા એવા ને એવા
ડૂબ્યા છીએ પાપોમાં તો એટલા, ના ધોઈ શકી એને પુણ્યની ધારા
મૂંઝાયા, અટવાયા, કાઢ્યા બહાર એમાંથી, ફરી પાછા રહ્યા એવા ને એવા
તારા સ્પર્શે બનાવ્યા અમને સોનાના, અમે પાછા કથીર બનવાના
ખોટા પાછળ દોડીએ ઝાઝું, ના ચાલ અમારી એ તો ભૂલવાના
રડીએ દુઃખ અમારાં, કરે તું દૂર, ફરી-ફરી પાછા દુઃખી તો થવાના
જાગે-જગાવે વૈરાગ્ય હૈયે, ફરી માયા પાછળ અમે તો દોડવાના
થાકી નથી જગમાં મોકલતાં અમને, ફેરા અમારા જલદી નથી છૂટવાના
આદત અમારી ઘર કરી ગઈ હૈયે, આદત જલદી નથી છોડવાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
caḍī chē cīkāśa mana para ēvī, haṭāvī nā śakī māḍī tārā prēmanī dhārā
rē māḍī amē tō nā sudharyā, amē tō rahyā ēvā nē ēvā
ḍūbyā chīē pāpōmāṁ tō ēṭalā, nā dhōī śakī ēnē puṇyanī dhārā
mūṁjhāyā, aṭavāyā, kāḍhyā bahāra ēmāṁthī, pharī pāchā rahyā ēvā nē ēvā
tārā sparśē banāvyā amanē sōnānā, amē pāchā kathīra banavānā
khōṭā pāchala dōḍīē jhājhuṁ, nā cāla amārī ē tō bhūlavānā
raḍīē duḥkha amārāṁ, karē tuṁ dūra, pharī-pharī pāchā duḥkhī tō thavānā
jāgē-jagāvē vairāgya haiyē, pharī māyā pāchala amē tō dōḍavānā
thākī nathī jagamāṁ mōkalatāṁ amanē, phērā amārā jaladī nathī chūṭavānā
ādata amārī ghara karī gaī haiyē, ādata jaladī nathī chōḍavānā
|