|
View Original |
|
નીરખો જીવનમાં તો, જે-જે પ્રભુ તમને તો બતાવે
રહો જીવનમાં તો એવી રીતે, પ્રભુ તમને તો જેમ રાખે
સાંભળો તો જીવનમાં એવું, પ્રભુ જે-જે તો સંભળાવે
પહોંચો તો જગમાં ત્યાં, જ્યાં પ્રભુ તમને પહોંચાડે
કરો જીવનમાં એવાં તો કર્મો, પ્રભુ તો જે-જે કરાવે
નિર્મળ બનાવીને હૈયાના ભાવો, પ્રભુચરણે એને ધરાવો
કર્તા-કારવતા તો છે રે પ્રભુ, અહં તો હૈયેથી હટાવો
દિલ સાફ કરીને એવું, દર્પણ પ્રભુનું એને બનાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)