1990-03-25
1990-03-25
1990-03-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14857
જાણ્યું કે તારા દર્શનમાં, આનંદ તો છે રે પ્રભુ
જાણ્યું કે તારા દર્શનમાં, આનંદ તો છે રે પ્રભુ
પણ તારા વિયોગમાં તડપવાનો, આનંદ તો ઓર છે
જાણ્યું કે બુદ્ધિ, શિખામણથી જ્ઞાન તો મળે છે
પણ શરીરભાન ભૂલી, મળે જે જ્ઞાન, એ જ્ઞાન ઓર છે
કરો કલ્પના તો સુખની, મળે ભલે એ તો જીવનમાં
ભલું અન્યનું કરવામાં, સુખ તો ઓર છે
ચંદ્રનાં તેજ પૃથ્વી પર પથરાતાં, જોયાં-જોયાં સૂર્યનાં તેજ ભી
મુખ પર પથરાતાં, નિર્મળતાનાં તેજ તો ઓર છે
જોઈ આંખની ઇશારાની ભાષા, અનુભવી વાણીની ભાષા
જીવનમાં મૌનની ભાષાનો અનુભવ તો ઓર છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જાણ્યું કે તારા દર્શનમાં, આનંદ તો છે રે પ્રભુ
પણ તારા વિયોગમાં તડપવાનો, આનંદ તો ઓર છે
જાણ્યું કે બુદ્ધિ, શિખામણથી જ્ઞાન તો મળે છે
પણ શરીરભાન ભૂલી, મળે જે જ્ઞાન, એ જ્ઞાન ઓર છે
કરો કલ્પના તો સુખની, મળે ભલે એ તો જીવનમાં
ભલું અન્યનું કરવામાં, સુખ તો ઓર છે
ચંદ્રનાં તેજ પૃથ્વી પર પથરાતાં, જોયાં-જોયાં સૂર્યનાં તેજ ભી
મુખ પર પથરાતાં, નિર્મળતાનાં તેજ તો ઓર છે
જોઈ આંખની ઇશારાની ભાષા, અનુભવી વાણીની ભાષા
જીવનમાં મૌનની ભાષાનો અનુભવ તો ઓર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇyuṁ kē tārā darśanamāṁ, ānaṁda tō chē rē prabhu
paṇa tārā viyōgamāṁ taḍapavānō, ānaṁda tō ōra chē
jāṇyuṁ kē buddhi, śikhāmaṇathī jñāna tō malē chē
paṇa śarīrabhāna bhūlī, malē jē jñāna, ē jñāna ōra chē
karō kalpanā tō sukhanī, malē bhalē ē tō jīvanamāṁ
bhaluṁ anyanuṁ karavāmāṁ, sukha tō ōra chē
caṁdranāṁ tēja pr̥thvī para patharātāṁ, jōyāṁ-jōyāṁ sūryanāṁ tēja bhī
mukha para patharātāṁ, nirmalatānāṁ tēja tō ōra chē
jōī āṁkhanī iśārānī bhāṣā, anubhavī vāṇīnī bhāṣā
jīvanamāṁ maunanī bhāṣānō anubhava tō ōra chē
|
|