1990-04-12
1990-04-12
1990-04-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14902
મળે પારસમણિ જો હાથમાં, કોઈ એને છોડતું નથી
મળે પારસમણિ જો હાથમાં, કોઈ એને છોડતું નથી
મળી જાય જો સોનાનું ઈંડું મૂકતી મરઘી, કોઈ એને ત્યજતું નથી
છે સર્વ કાંઈ તો પ્રભુ પાસે ભર્યું-ભર્યું, પ્રભુ પાસે કોઈ પહોંચતું નથી
સુખ કાજે તો ધન ભેગું કર્યું, સુખ તોય જીવનમાં તો ના મળ્યું
છે સુખનું ધામ પ્રભુનું તો સાચું, પ્રભુ પાસે કોઈ પહોંચતું નથી
સૂર્યપ્રકાશમાં ભી, જ્ઞાન અંધકારે, જગમાં તે સહુ ઘૂમતું રહ્યું
છે તો તેજપુંજ સદાય તો પ્રભુ, પ્રભુ પાસે તો કોઈ પહોંચતું નથી
ચાહના ધરાવે તો સહુ કોઈ પ્રેમની, સાચો પ્રેમ તો કોઈ પામતું નથી
છે પ્રેમમય તો સદાય પ્રભુ, પ્રભુ પાસે તોય કોઈ પહોંચતું નથી
હારે સહુ કોઈ હિંમત જીવનમાં, રાહ સાચી તો કોઈ છોડતું નથી
હિંમત હાર્યા વિના, ચાલે સાચી રાહે, પ્રભુ પાસે પહોંચ્યા વિના રહેતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malē pārasamaṇi jō hāthamāṁ, kōī ēnē chōḍatuṁ nathī
malī jāya jō sōnānuṁ īṁḍuṁ mūkatī maraghī, kōī ēnē tyajatuṁ nathī
chē sarva kāṁī tō prabhu pāsē bharyuṁ-bharyuṁ, prabhu pāsē kōī pahōṁcatuṁ nathī
sukha kājē tō dhana bhēguṁ karyuṁ, sukha tōya jīvanamāṁ tō nā malyuṁ
chē sukhanuṁ dhāma prabhunuṁ tō sācuṁ, prabhu pāsē kōī pahōṁcatuṁ nathī
sūryaprakāśamāṁ bhī, jñāna aṁdhakārē, jagamāṁ tē sahu ghūmatuṁ rahyuṁ
chē tō tējapuṁja sadāya tō prabhu, prabhu pāsē tō kōī pahōṁcatuṁ nathī
cāhanā dharāvē tō sahu kōī prēmanī, sācō prēma tō kōī pāmatuṁ nathī
chē prēmamaya tō sadāya prabhu, prabhu pāsē tōya kōī pahōṁcatuṁ nathī
hārē sahu kōī hiṁmata jīvanamāṁ, rāha sācī tō kōī chōḍatuṁ nathī
hiṁmata hāryā vinā, cālē sācī rāhē, prabhu pāsē pahōṁcyā vinā rahētuṁ nathī
|